ઈન્દીરાનગર શાળાના બાળકોએ ઉત્તરાયણ પર્વની કરેલી ઉજવણી

832
bvn1212018-13.jpg

શહેરના ઈન્દીરાનગર સ્થિત સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને શાળાના પ્રિન્સિપાલએ મકરસંક્રાંતિ પર્વ અન્વયે વિવિધ વસ્તુઓની લ્હાણી કરી પતંગપર્વ અને બાલ્ય વયનો પ્રસંગ યાદગાર બનાવ્યો હતો.
નગર પ્રાથમિક શીક્ષણ સમિતિ હસ્તક ચાલતી શહેરના માર્કેટયાર્ડ સ્થિત ઈન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે સ્કુલના હેડ માસ્તરે બાળકો વચ્ચે પતંગ પર્વની યાદગાર બનાવ્યો હતો. આ શાળામાં ગરિબ અને મધ્યમવર્ગના વાલી પરિવારના બાળકો અભ્યાસ કરે છે. આવા પરિવારના બાળકો પોતાના માવતરોની આર્થિક રીતે નબળા પરિસ્થિતિને લઈને પર્વોઉત્સવો સારી રીતે માણી ઉઝવણી શકતા નથી. જેને લઈનેત ેમનું બાળપણ સારી રીતે વિતી શકતુ નથી પરંતુ આવા બાળકોના જીવનમાં પણ ઉત્સાહ અને નવી ઉમીદનો રંગ ભરવાનું  શ્રેષ્ઠ કાર્ય શાળાના શિક્ષકગણ અને આચાર્યએ કરી નવી રાહ ચિંધી છે. ઉત્તરાયણ પર્વ પુર્વે ઈન્દીરાનગર પ્રા.શાળાના ૯૦૦થી વધુ બાળકોને શાળા નજીક આવેલ પૌરાણિક આખલોલ મહાદેવના સાનિધ્યમાં લઈ જઈ તમામ ભુલકાઓને ૭૦ મણથી વધુ શેરડી, મમરાના લાડુ સહિતના શિયાળુ પાક જમાડયો હતો. તથા ખુલ્લા ખેતરમાં પતંગ મહોત્સવ યોજી બાળકોને ખુશ કર્યા હતાં. 

Previous articleરામપર પ્રા. શાળાના બાળકોનો પ્રવાસ યોજાયો
Next articleકુવામાં પડી ગયેલ ગાયને ફાયરે રેસ્કયુ કરી બચાવી