આશરે ૧૫ વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગરમ મસાલાનો બીજો ભાગ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત હેવાલ મુજબ બીજા ભાગમાં પણ સાથે કામ કરવા માટે અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ તૈયાર થઇ ગયા છે. નિર્દેશક પ્રિયદર્શનની ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. જેથી બંને ફરી નવી ફિલ્મમાં સાથે કામ કરવા માટે તૈયાર છે. સફળતાને દોહરાવવા માટે બંને રાજી થઇ ગયા છે. ટુંક સમયમાં જ બીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવનાર છે.
પહેલા પણ આ ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની વાત કરવામાં આવી હતી પરંતુ કોઇ કારણસર વાત આગળ વધી ન હતી. ટીમે ધ્યાન આપ્યુ ન હતુ. હવે પ્રાથમિકતાના આધાર પર કામને આગળ વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બંને કલાકારો રસ ધરાવે છે જેથી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવનાર છે. જહોને કહ્યુ છે કે તે પોતે ખુબ કોમેડી કરવા માટે ઇચ્છુક છે. ગરમ મસાલા કરતા સારી ફિલ્મ કોમેડી માટે હોઇ શકે નહી. અક્ષય કુમારને પણ ફોન કરીને આ અંગે વાત કરી હોવાની બાબત સપાટી પર આવી છે. અક્કી હાલમાં હાઉસપુલ-૪ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. વર્ષ ૨૦૧૧માં દેશી બોયઝ અને વર્ષ ૨૦૧૨માં હાઉસફુલમાં બંને સાથે નજરે પડ્યાહતા. આગામી દિવસોમાં બંને દ્વારા જો પ્રિયદર્શન પર દબાણ લાવશે તો ગરમ મસાલા પર કામ આગળ વધશે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ કરવા માટે તમામ મસાલા ઉમેરી દેવાના પ્રયાસો કરવામાં આવનાર છે.
ગરમ મસાલા ફિલ્મના બીજા ભાગમાં અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જો કે હવે ટુંકમાં ચર્ચા શરૂ થશે. અક્ષય હાલમાં કેટલાક અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે જેથી ફિલ્મના નિર્માણમાં સમય લાગી શકે છે પરંતુ ફિલ્મનો બીજો ભાગ બનશે.