રાજ્યમાં લોકસભાની ચૂંટણીનાં પ્રચારનાં પડઘમ આજે શાંત થઇ જશે. ત્યારે આપણે રાજ્યનાં એક એવા ગામની વાત કરીશું કે જ્યાં મતદાન ન કરો તો દંડ વસૂલવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ રાજસમઢીયાળાની.
આ ગામ રાજકોટથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલુ છે. ૩૫ વર્ષથી આ ગામમાં કોઇપણ પક્ષનાં રાજકારણીઓને મતદાન માટે પ્રચાર કરવાની મનાઇ છે. તો પણ આ ગામમાં ૯૦ ટકાથી વધારે મતદાન થાય છે. આ ગામને રાજ્યુનું આદર્શ અને સ્વચ્છ ગામ માનવામાં આવે છે. આ ગામની ખાસ વિશેષતા એ છે કે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તમામ ગ્રામજનોને મતદાન કરવું ફરજિયાત છે. જો મતદાન ના કરે તો ૫૧ રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો કે આ ગામમાં ખુલ્લામાં કચરો ફેંકવા, થૂંકવા પર, સરકારી સંપતિને નુકસાન પહોંચાડવા પર અને ગામના નવયુવાનોને કામ વગર બેસવા પર પણ મનાઈ છે. ખાસ તો એ કે આ ગામમાં સૌથી વધુ નિર્ણયો લોક અદાલત થકી પતાવવામાં આવે છે. આવી વિશેષ ખૂબીઓવાળા આ ગામને કેટલાંય સન્માન મળ્યાં છેરાજસમઢીયાળા ગ્રામ પંચાયતની વિકાસ સમિતિના ચેરમેન હરદેવસિંહ જાડેજા ગામને અમે સારા સામાજિક પ્રયોગોની એક પ્રયોગશાળા માને છે.