અમદાવાદમાં GSTની સંખ્યાબંધ ફાઈલોની ચોરી થતાં ખળભળાટ

671

શહેરના પ્રગતિનગર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં આવેલ જીએસટીના રેકોર્ડ રૂમથી સંખ્યાબંધ ફાઇલો ચોરી થઈ હોવાનું સામે આવતાં સરકારી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જીએસટી વિભાગે હજારો ફાઇલો મૂકવા માટે રેકોર્ડ રૂમ બનાવ્યો હતો. જ્યાં કોઇ ગઠિયાએ તાળું ખોલીને કેટલીક ફાઇલોની ચોરી કરી છે. કૌભાંડોની ફાઇલ સગેવગે કરવા આ ચોરી કરાઈ હોવાની આશંકા છે.

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ કાસાયોમા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના યોગેશભાઇ પાંડુરંગ ઊંડેએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. યોગેશભાઇ મીઠાખળી છ રસ્તા પાસે આવેલ પ્રિમા ચેમ્બર ખાતે જીએસટી (ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ)ના ઝોનલ યુનિટના ઇન્ટેલિજન્સ વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે યોગેશભાઇએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં જીએસટીની કેટલીક ફાઇલો ચોરી થઇ હોવાની ફરિયાદ કરી છે. પ્રગતિનગર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીના એક ફ્‌લેટમાં જીએસટીની કેટલીક ફાઇલો રાખવમાં આવી છે. જીએસટીના કેટલાક કર્મચારીઓ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં રહે છે. જેના કારણે એમ ૩૭ બ્લોકના ફ્‌લેટ નંબર ૨૨૦માં જીએસટીની હજારો ફાઇલો રાખવામાં આવી છે. જીએસટીના મહત્વપૂર્ણ રેકોર્ડની દેખરેખ કરવાની જીમ્મેદારી માટે એક જીએસટીના ઇન્સ્પેક્ટર રાખવામાં આવ્યો છે. હાલ આ દસ્તાવેજોની જવાબદારી ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર યાદવની છે અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અશ્વિનભાઇ સોલંકીની છે. સવારે ૧૦ વગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બન્ને કર્મચારીઓ ફરજ બજાવે છે.

તારીખ ૧૮ એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ અશ્વિનભાઇ સોલંકી રેકોર્ડ રૂમની ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા. તારીખ ૨૦ એપ્રિલના રોજ યોગેશભાઇ જ્યારે પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે જીએસટીમાં કામ કરતા પ્રેમચંદ જૈને તેમને ફોન કર્યો હતો સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં ફ્‌લેટ નંબર ૨૨૦નું લોક તૂટેલું છે તેમ જણાવ્યું હતું. મહત્વપૂર્ણ રેકોર્ડ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના સમાચાર મળતાંની સાથે જ યોગેશભાઇ તેમની ટીમ સાથે તરત જ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોની પહોંચી ગયા હતા.

Previous articleવસાહતમંડળની લોકોને મતદાન માટે અપીલ
Next articleગુજરાતમાં વીવીપેટનો સૌ પ્રથમ ઉપયોગ ગાંધીનગરમાં થયો હતો