રાજુલા જાફરાબાદ તાલુકામાં અસાધ્ય રોગ હિમોફોનીયા જેની સારવારમાં ગમે તેવો અમીર ગરીબ બની જાય છે. તેમાં રાજુલા તાલુકાના સાત દર્દીઓને અલ્ટ્રાટેકની ગાડી દ્વારા ભાવનગર કેમ્પમાં મોકલાયા. અસાધ્ય રોગના રાક્ષસનો રાજુલા, જાફરાબાદ તાલુકાના પગ પેસરો થતા ખળભળાટ મચી ગયો છે. જેમાં અલ્ટ્રાટેક કંપનીમાં સર્વિસ કરતા મનોહરસિંહ પરમારને અલ્ટ્રાટેક કંપની દ્વારા માનવતાની દ્રષ્ટિએ ભાવનગર ખાતે સરકાર દ્વારા રાખેલ કેમ્પમાં રાજુલાથી સાત દર્દીઓને લઇ જવાયા જેમાં પરેશભાઇ ગઢવી (રાજુલા), શીવરાજભાઇ પરમાર, બાબુભાઇ વાઘ, રામપરા, વાસુરભાઇ વાઘ, રામપરા ખીમાભાઇ વાઘ, રામપરા, જમીરભાઇ ધાખડા ભાડા, હરેશભાઇ જાફરાબાદ આમ સાત યુવાનોને અસાધ્ય રોગ થતા તેમનો પરીવાર ભગવાન ભરોસે જીવી રહ્યો છે. કારણ કે હિમોફીલાયા રોગની સારવારમાં ૨૫ થી ૪૦ હજારનું એક ઇન્જેક્શન થાય છે અને તે પણ ભાવનગર કે અમરેલી જેવા મોટા શહેરોમાં એમ.ડી. ડોકટર સિવાય કોઇ ડોકટર દઇ શક્તા નથી. આ તમામ સાત દર્દીઓને માટે હિરાભાઇ સોલંકી દ્વારા સરકારમાં રજુઆત કરતા તમામ ખર્ચ છેલ્લા એક વર્ષથી સરકાર ભોગવે છે. અને તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની તેની એમ્બ્યુલન્સની સેવા અમરેલી, ભાવનગર કે રાજકોટ અમદાવાદ સુધી આ દર્દીઓ માટે સેવા બજાવે છે.