રાજુલા તાલુકાના કુંભારીયા ગામના કોળી સમાજના આધેડ પીપાવાવ ગામે દર્શન કરવા જતા જોલાપર પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે બાઇક સવાર સાથે બાઇક અથડાતા મોત થતા કોલી સમાજમાં શોકનું મોજુ ફરી વળેલ. ડુંગર પી.એસ.આઇ. પંડ્યા દ્વારા બાઇક ચાલક સામે કાર્યવાહી હાથ ધરાઇ.
રાજુલા તાલુકાના કુંભારીયા ગામે રહેતા કોળી સમાજના મગનભાઇ સાંખટ પીપાવાવ નામે દર્શને પોતાનું મોટર સાયકલ લઇ જતા રસ્તામાં જોલાપરના પાટીયા પાસે સામેથી આવતા પુરપાટ ઝડપે મોટર સાયકલ ચાલક વિવેક મનુભાઇ કરવા નામના યુવકે તેની સાથે ધડાકાભેર પોતાના મોટર સાયકલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો.જેમાં ગંભીર ઇજા થતા મગનભાઇનું મોત થતા કોળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બાબતની ડુંગર પોલીસ મથકના પીએસઆઇ વી.વી.પંડ્યાને મરનારના પુત્ર જીતુભાઇ મગનભાઇએ ફરીયાદ લખાવતા પંડ્યા દ્વારા તહોમતદારને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. હમણાને હમણાં બાબરીયાવાડ પંથકમાં મોટર સાયકલ અથડાવવાના બનાવો પુરપાટ અને ધૂમ સ્ટાઇલથી ચલાવતાને રોક લગાવવા પણ કાર્યવાહી હાથ ધરી છે.