અમિતાભ સાથે કામ કર્યા બાદ મૌની રોય ખુબ ખુશ

691

ગોલ્ડ ફિલ્મમાં કામ કર્યા બાદ સેક્સી સ્ટાર મૌની રોય હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં કામ કર્યા બાદ મૌની રોય કહી રહી છે કે તેના તમામ સપના હવે પૂર્ણ થઇ રહ્યા છે. કારણ કે તેને બિગ બી સાથે કામ કરવાની તક મળી ગઇ છે. અમિતાભ સાથે કામ કર્યા બાદ તે આશાવાદી ચે. તેમની પાસેથી અનેક બાબતો શિખવા મળી છે. આરએસએચ ગ્લોબલની નવી બ્રાન્ડ એમ્બેસેડર મૌની રોયે કહ્યુ છે કે અમિતાભ બચ્ચનની સાથે કામ કર્યા બાદ હવે તે ખુશીથી મરી શકે છે. ફિલ્મ ઉદ્યોગમાં રહેલા તમામ કલાકારો સાથે અમિતાભ બચ્ચનની સાથે કામ કરવા સિવાય અન્ય કોઇ બાબત હોઇ શકે તેમ નથી. મૌની રોય રણબીર કપુર અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મમાં સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચનની પણ ખાસ ભૂમિકા રહેલી છે. ફિલ્મમાં વિલન તરીકેની ભૂમિકામાં મૌની રોય જોવા મળનાર છે. ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન દ્વારા કોઇ સલાહ આપવાના પ્રશ્ને મૌની રોયે કહ્યુ હતુ કે અમિતાભ બચ્ચને કોઇ સલાહ આપી ન હતી. સેટ પર તેની સાથે અયાન મુખર્જી પણ હતા. જો કે અમિતાભ બચ્ચનની હાજરી જ તમામ બાબતોને સાબિત કરે છે. મૌનીએ પોતાના અનુભવને રજૂ કરતા કહ્યુ છે કે તે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. જો કે અયાનની મદદથી જ તે પોતાના હિસ્સાના શુટિંગને પૂર્ણ કરી શકી હતી.

અમિતાભ બચ્ચન દિગ્ગજ અભિનેતા છે. તેમની નોંધ દુનિયાભરમાં લેવામાં આવી છે. જેથી અમિતાભ બચ્ચનની સાથે કામ કરવાની બાબત કોઇ પણકલાકાર માટે ગર્વ સમાન હોય છે. કરણ જોહરની ફિલ્મ ક્રિસમસ પર રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મમાં રણબીર કપુર, આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન અને નાગાર્જુનની પણ ભૂમિકા છે.

Previous articleભાવનગર લોકસભા બેઠક ઉપર આજે ૧૭.૫૭ લાખ મતદારો પોતાના ઉમેદવારને મત આપશે
Next articleટાઇગર હાલમાં દિશાના પ્રેમમાં ગળા ડુબ