વડાપ્રધાન સવારે સાત વાગ્યે રાજભવનથી નીકળી રાયસણ ખાતે ગયા હતા જ્યાં તેઓએ પોતાની માતા હીરાબા ના આશીર્વાદ લીધા હતા. તેઓએ માતાને પગે લાગી તેમના ખબર અંતર પૂછ્યા હતા. માતાએ પણ તેમને નાળિયેર અને માતાજીની ચુંદડી ભેટ આપી હતી. પરિવાર સાથે થોડો સમય રહ્યા બાદ મોદી ઘરની બહાર નીકળ્યા હતા જ્યાં તેઓએ પાડોશીઓ સાથે પણ ચર્ચા કરી હતી.