આજે ઉજવવામાં આવી રહ્યું છે લોકશાહીનું મહાપર્વ. અત્યાર સુધીમાં ગત લોકસભા ચૂંટણી કરતા પણ વધારે મતદાન નોંધાયું છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા ઉમટી રહ્યા છે. ત્યારે સાધુ સંતો પણ પોતાની ફરજ નિભાવવા, અને મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા હતા. ખેડા લોકસભા બેઠકના વડતાલ શ્રી સ્વામિનારાયણ સ્કુલમાં પણ યોજવામાં આવ્યું છે લોકશાહીનું મહાપર્વ. વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદીરના ૨૨૫ સંતોએ મતદાન કરી લોકશાહીનૉ ઉત્સવ ઉજવ્યો તમને જમાવી દઈએ કે, અન્નદાન, વસ્ત્રદાન, રક્તદાન તેનું મહત્વ છે. તેમ મતદાનનું પણ મહત્વ છે, જેવી રીતે રક્તદાન મનુષ્યના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે, એવી જ રીતે મતદાન દેશના ભાવિ સ્વાસ્થ્ય માટે સંકળાયેલું છે. મતદાન એ લોકશાહીનો પાયો છે. જો આપણે મતદાન ન કરીએ, તો દેશ ખોટી વ્યક્તિઓના હાથમાં આવી જાય છે. અને તેનું પરિણામ સૌ કોઈ નાગરિકોએ ભોગવવું પડે છે. તેથી અવશ્ય ૧૫ મિનિટનો સમય કાઢીને મતદાન અવશ્ય કરવું જ જોઈએ, કરવું જ જોઈએ.