મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સેકટર-૨૦ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ ડૉ.સિંઘે કહ્યું કે, રાજ્યના નાગરિકો-યુવાઓ ૧૦૦ ટકા મતદાન કરે અને ઝડપથી પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને લોકશાહીના આ પર્વમાં પોતાનું યોગદાન આપે. આ સાથે અન્ય અધિકારીઓએ પણ મતદાન કર્યું.