રાજુલા, જાફરાબાદ, ખાંભા ૯૮ વિધાનસભા મતવિસ્તારમાં ૫૬.૯૯ ટકા ૧૦૦ વર્ષના સંત અપંગ સહિત સ્વયંભૂ શાંતિ પૂર્ણ મતદાન, કોઇ અજુગતો બનાવ ન બને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
રાજુલા, જાફરાબાદ, ખાંભા ૯૮ વિધાનસભા મતવિસ્તારમાં આજ એકંદરે શાંતિપૂર્ણ મતદાન આંક સુત્રો દ્વારા જાણવાં મળેલ માહિતીથી કુલ ત્રણેય તાલુકાનું ટોટલ ૫૬ ટકા મતદાન આંક થયેલ છે. જેમાં અતિ તાપમાં પણ ૧૦૦ વર્ષના સાધુ સંતો અપંગોએ પોતાનો રાષ્ટ્ર પ્રેમ અદા કરી બળબળતા તાપમાં હોંશે હોંશે મતદાન મથક સુધી પહોંચી ગયેલ તેમજ કોઇ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાજુલા પોલીસ અને ફોઝી જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી રાષ્ટ્રના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પત્રકાર મિત્રો રાજકીય પક્ષોના કાર્યકરોએ શાંતિપૂર્વક મતદાન થાય તેવી કાળજી પણ રાખી હતી.