કારમાંથી ૬૫ હજારનો દારૂ ઝડપાયો

768
gandhi1312018-3.jpg

ગાંધીનગર જિલ્લામાં રેન્જ આઇજી હસ્તકની આર આર સેલ ટીમ કાર્યરત થયા બાદ જિલ્લામાં ચાલતી દારૂ તથા જુગારની પ્રવૃતિ ખુલ્લી પડવા માંડી છે અને સ્થાનિક પોલીસને પણ દોડવાની ફરજ પડી છે. ત્યારે આર આર સેલની ટીમને હિંમતનગર તરફથી માણસા તરફ આવી રહેલી એસેન્ટ એસેન્ટ કાર શંકાસ્પદ લાગતા પીછો કર્યો હતો. પરંતુ એસેન્ટ ચાલકે કાર ભગાવી મુકતા આગળ જઇને પીક-અપ કેરીયરમાં ઘુસી ગઇ હતી અને ચાલક ફરાર થઇ ગયો હતો. કારમાંથી રૂ.૬૫ હજારનો દારૂ મળ્યો હતો.
ગાંધીનગર આર આર સેલનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર હેડ કોસ્ટેબલ દેવુસિંહ તથા કિશનસિંહ સ્ટાફનાં જવાનો અમરતભાઇ તથા હરીશચંદ્ર સાથે રેન્જમાં હિંમનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ત્યાંથી પસાર થતી હ્યુન્ડાઇ કંપનીની એસેન્ટ કાર નં જીજે ૦૧ એચએસ ૪૯૮૨ શંકાસ્પદ લાગતા પીછો કર્યો હતો. 
દરમિયાન એસેન્ટનાં ચાલકને પાછળ પોલીસ પીછો કરી રહી હોવાની ખબર પડતા ફુલ સ્પીડમાં ભગાવી મુકી હતી અને માણસા તાલુકાનાં માર્ગો પર દોડવા લાગી હતી. આર આર સેલની ટીમ પણ પાછળ જ આવી રહી હતી પરંતુ બંને કાર વચ્ચેનું અંતર વધવા લાગ્યુ હતુ. ત્યારે એસેન્ટ માણસાનાં આરસોડીયા પાસે બ્રિજ વટાવીને આગળ જતા પીકઅપ કેરીયરમાં ઘુસી ગઇ હતી અને ચાલક ફરાર થઇ ગયો હતો. 
આર આર સેલની ટીમે કારમાં તપાસ કરતા રૂ. ૬૫૮૦૦નો ૨૨૬ બોટલ દારૂ મળ્યો હતો. જેના પગલે દારૂ તથા રૂ. ૧.૫૦ લાખની કાર માણસા પોલીસ સ્ટેશનમાં સોપીનેપો.કો. અમરતભાઇએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરાર ચાલક સામે પ્રોહીબિશનનો ગુનો નોંધાવતા માણસા પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleટેક્નિકલ કોલેજોની નવી ફી જાહેર,૧૯ની ફી ઘટી, ૨૧૬ની યથાવત્‌
Next articleસચિવાલય ક્રિકેટ સ્પર્ધામાં શ્રમ અને રોજગાર વિભાગનો વિજય