ભાવનગર લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર મનહરભાઇ એન. પટેલે આજે સવારે પોતાના ગામ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. સાથો સાથ તેમના પરિવારે પણ મતદાન કર્યુ ંહતું. જ્યારે તેઓએ પણ પોતાનો વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.