હજુ સુધી જહોન અબ્રાહમ, અનિલ કપુર, ઇલિયાના ડી ક્રુઝ અને અરશદ વારસી તેમજ કૃતિ ખરબંદાની ફલ્મ પાગલપંતિ રજૂ કરવામાં આવી નથી ત્યારે તેની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની પણ તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા રહેલા અનિસ બાજમી આ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મના નિર્માતા નિર્દેશક મુળ ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા ફિલ્મ નિર્માણમાં લાગી ગયા છે. ફિલ્મનુ શુટિંગ ફેબ્રુઆરીમાં લંડનમાં શરૂ કરાયુ હતુ. થોડાક દિવસ પહેલા જ શુટિંગને પૂર્ણ કરવામાં આવ્યુ છે. ફિલ્મને નિર્માણ કરી રહેલા નિર્માતા કુમાર મંગતે કહ્યુ છે કે ફિલ્મના સિક્વલ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સિક્વલની સ્ક્રીપ્ટ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. એમ કહેવામાં આવે છે કે આ બોલિવુડની એવી પ્રથમ ફિલ્મ છે જે મોટા ભાગે લંડનમાં બની રહી છે. પાગલપંતિની ૫૮ દિવસ સુધી લંડનમાં શુટિંગ કરવામાં આવ્યુ હતુ. હવે ફિલ્મના માત્ર બે ગીતોનુ શુટિંગ બાકી રહ્યુ છે. આમાંથી એક ગીતના શુટિંગ માટે તમામ કલાકારો એકત્રિત થનાર છે. ગીતને યો યોગ હની સિંહે સંગીત આપ્યુ છે. ગણેશ આચાર્ય કોરિયોગ્રાફર તરીકે છે. કુમાર મંગતે કહ્યુ છે કે બોલિવુડની હજુ સુધીની આ સૌથી ફની ફિલ્મ બની રહી છે. ફિલ્મમાં જહોન અબ્રાહમ બદમાસ વ્યક્તના રોલમાં છે. જાનહવીની ભૂમિકામાં કૃતિ છે. ફિલ્મને લઇને તમામ પ્રક્રિયા ઝડપથી જારી છે. ફિલ્મને લઇને ચાહકો પણ રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા લોકો કહે છે કે તમામ કલાકારો પણ ફિલ્મને લઇને આશાવાદી છે. ફિલ્મની રજૂઆતની તારીખ હજુ જાહેર કરાઇ નથી.