કોલકત્તા અને રાજસ્થાન વચ્ચે રોમાંચક જંગ માટે તખ્તો તૈયાર

671

કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની એક મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમ બંનેની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છ.

રાજસ્થાનની ટીમ વધારે તકલીફમાં દેખાઇ રહી છે. રહાણેના ખરાબ ફોર્મના કારણે તેની જગ્યાએ કેપ્ટન તરીકેની જવાબદારી સ્ટીવ સ્મિથને આપવામાં આવ્યા બાદ તેની સામે પડકારો રહેલી છે. રાજસ્થાને હજુ સુધી ૧૦ મેચો પૈકી માત્ર ત્રણ મેચો જીતી છે અને સાતમાં તેની હાર થઇ છે.

આવી જ રીતે કોલકત્તાની ટીમ પણ ૧૦ મેચો પૈકી માત્ર પાંચ મેચો જીતી શકી છે. આવતીકાલે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહીછે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્‌ સિંહ ધોનીતેમજ  સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. જો કે બીજી બાજુ કેટલાક મોટા સ્ટાર ખેલાડી બેટિંગમાં ફ્લોપ રહ્યા છે.બંને ટીમો નીચે મુજબ છે.

સ્ટીવ સ્મીથ (કેપ્ટન), રહાણે , વરુણ આરોન, આર્ચર, બિન્ની, આર્યમાન, બટલર, પ્રશાંત ચોપરા, શ્રેયાસ ગોપાલ, કૃષ્ણાપ્પા ગૌત્તમ, ધવન કુલકર્ણી, લિયામ, મહિપાલ, સુદેશન મિથુન, રિયાન પરાગ, શુભમ રંજને, સંજુ સેમસંગ, શશાંકસિંઘ, શોઢી, બેન સ્ટોક, થોમસ, ત્રિપાઠી, ટર્નર, ઉનડકટ, મનન વોરા.

કોલકત્તા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃથ્વિ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા

 

Previous articleહાલમાં કોઇની સાથે પ્રેમમાં હોવાનો જેક્લીનનો ઇન્કાર
Next articleટિકટોક પ્રતિબંધ : કંપનીને રોજ ૩.૫ કરોડનું નુકસાન