કાશ્મીર : આ વર્ષે હજુ સુધી ૬૯ આતંકવાદીઓનો ખાત્મો કરાયો

547

જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોએ આતંકવાદીઓની કમર તોડી પાડી છે. જીઓસી ૧૫ કોર્પ્સના કેજેએસ ધિલ્લોને આજે માહિતી આપતા કહ્યું હતું કે, આ વર્ષે સુરક્ષા દળોને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી છે. ૬૯ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જે પૈકી ૨૫ આતંકવાદીઓ જૈશે મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. આ પૈકી ૧૩ પાકિસ્તાની આતંકવાદીઓ હતા. જમ્મુ કાશ્મીરના ડીજી દિલબાગસિંહ, આઈજી કાશ્મીર એસપી સૈની, જીઓસી કેજેએસ ધિલ્લોન, આઈજી સીઆરપીએફ ઝુલ્ફીખાર હસને શ્રીનગરમાં આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં અભૂતપૂર્વ સુધારો થઇ ચુક્યો છે. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ૪૧ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પથ્થરબાજો ઉપર પણ અંકુશ મુકવામાં સફળતા મળી છે. આતંકવાદીઓ સામે ઓપરેશન ખુબ જ તીવ્રરીતે જારી રહેશે. આતંકવાદીઓને કચડી નાંખવા ાટે સેના કટિબદ્ધ છે. અમે જૈશે મોહમ્મદની લીડરશીપને ટાર્ગેટ બનાવી છે જેના લીધે ખીણમાં જૈશે મોહમ્મદની લીડરશીપ લેવા માટે પણ કોઇ આતંકવાદી તૈયાર નથી.

પાકિસ્તાનના પ્રયાસો છતાં આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. ખાસ કરીને પુલવામા બાદ ત્રાસવાદીઓની કમર તોડી પાડવામાં આવી છે. આતંકવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના ડીજીપીએ કહ્યું હતું કે, સ્થાનિક યુવાનોની ભરતી પણ ઘટી ગઈ છે. ૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં ૨૭૨ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારાયા હતા. સુરક્ષા દળોના હાથે બે કુખ્યાત ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા બાદ હમચચી ઉઠેલા પથ્થરબાજાો ફરી સક્રિય થઇ રહ્યા છે. પથ્થરબાજોને સક્રિય કરવાના પ્રયાસ ઇ રહ્યા છે. આવા પ્રયાસમાં કટ્ટરપંથીઓ લાગેલા છે.  આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે ત્યારે આતંકવાદીઓના સમર્થકો દ્વારા સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. એન્કાઉન્ટર બાદ સક્રિય થયેલા પથ્થરબાજોએ હાલમાં ફરી એકવાર નારાબાજી કરી હતી અને સુરક્ષા દળો અને પત્રકારો ઉપર પથ્થરમારો કર્યો હતો. હેરાનીની વાત છે કે, આ પથ્થરબાજોમાં અનેક યુવતીઓ અને મહિલાઓ પણ સામેલ હતી. જો કે, આ વખતે તેમના હુમલામાં મુખ્યરીતે મિડિયા કર્મી ટાર્ગેટ બન્યા હતા. પથ્થરબાજોને આતંકવાદીઓના સહાનુભૂતિકાર તરીકે ગણાવીને સેના વડા તેમની ઝાટકણી કાઢી ચુક્યા છે.  આક્રમક ભારતીય સેનાનું કહેવું છે કે, આતંકવાદીઓની સામેની કાર્યવાહીમાં વારંવાર પથ્થરબાજો અડચણો ઉભી કરી રહ્યા છે. સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીને ખોરવી નાંખવાના પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આ વખતે સુરક્ષા દળો સાવધાનીપૂર્વક જારી રાખી છે.  છેલ્લા કેટલાક મહિનામાં ખીણમાં એક નવો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેમાં પથ્થરબાજો આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. તેમનો મુખ્ય ઇરાદો સુરક્ષા દળોનું ધ્યાનઅન્યત્ર દોરવાનું રહે છે.આવી સ્થિતિમાં ત્રાસવાદી ઘણા કિસ્સામાં ફરાર થવામાં સફળ થઇ જાય છે.

Previous articleપ્રજ્ઞા સામે ખટલો ચલાવવા  પુરાવા નથી : એનઆઇએ
Next articleભાજપને ફટકો, ટિકિટ નહીં આપતા ઉદિત રાજ કોંગ્રેસમાં