ઝારખંડના લોહરદગાની બીએસ કોલેજમાં પીએમ મોદી લોકસભા બેઠકના ત્રણ ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીની સભામાં સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. લોકસભા બેઠકના ત્રણ ઉમેદવારનું સમર્થન કરવાની સાથે જ પીએમ મોદીએ સભા મંચ પરથી ઈવીએમ મશીનને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત દેશમાં સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં મંગળવારે ગુજરાત સહિત ૧૫ રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. હજુ ચાર તબક્કા બાકી છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડ ખાતે ચૂંટણી સભા સંબોધતાં કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હવે તો વિરોધીઓએ પણ હાર સ્વીકારી લીધી છે.જે રીતે પરીક્ષામાં ફેલ થનારા વિદ્યાર્થીઓ પેન, પેપર, બેન્ચનો દોષ કાઢીને બહાના બનાવતા હોય છે તે રીતે વિપક્ષ પોતાની હાર માટે ઈવીએમનુ બહાનુ બનાવે છે.મોદીને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપી રહ્યા છે.તેના નસીબમાં ગાળો ખાવાનુ લખ્યુ છે.
પીએમ મોદીએ ક્હયુ હતુ કે, દિલ્હીમાં મજબૂત સરકારના કારણે આજે નક્સલવાદ અને માઓવાદ પર કાબૂ મેળવી શકાયો છે.નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટી છે.હવે ઝારખંડમાં પણ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. દિલ્હીની ખુરશી પર નજર નાખનારા મહાભ્રષ્ટાચારિયો અને મહામિલાવટી લોકોમાં હડકંપ મચી ગયો છે.
કોંગ્રેસ અને તના સાથીદારોએ આતંકવાદને લઈને કેવુ વલણ અપનાવ્યુ છે તે યાદ રાખજો.આ લોકો પાકિસ્તાનને પાઠ ભણાવનારા આપણી સેના પર સવાલ ઉઠાવી રહ્યા છે.વિરોધીઓ કહે છે કે, પૂરાવા આપો તો જ માનીએ કે આતંકવાદીઓ પર હુમલો કર્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, રાંચીના રોડ શોથી સાબિત થઈ ગયુ છે કે, આખા શહેરનો આશીર્વાદ ભાજપ સાથે છે.