પ્રતીક ગોસ્વામીએ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ગોસ્વામી ભારતીય રેલવે ભંડાર સેવાના ૧૯૮૮ બૈચના વરિષ્ઠ અધિકારી છે. ગોસ્વામી એ આઈ.આઈ.ટી મુંબઇથી એમ.ટેક તથા એમ.એન.આઈ.ટી જયપુર થી બી.ઈ. કર્યુ છે. ગોસ્વામી રેલવેમાં મહત્વપૂર્ણ પદોં પર કાર્ય કરી ચુક્યા છે. તેમણે ૧૫ વર્ષ સુધી ભારતીય રેલવેમાં સામગ્રીની ખરીદી, અનુબંધ મેનેજર, આપૂર્તિ શ્રૃંખલા મેનેજર, રસદ, ભંડારણ અને વિતરણના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે. તેમને ૬ વર્ષનો વિજીલેન્સ પ્રશાસનનો અનુભવ છે. જેમાં મુખ્ય સતર્કતા અધિકારી તરીકે ન્યૂકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇંડિયા લિમિટેડની પ્રતિનિયુક્તિ સામેલ છે. ગોસ્વામીને ૫ વર્ષના પ્રશાસન અને ખરીદ સંબંધિત મામલાઓની નીતિનો અનુભવ છે. શ્રી ગોસ્વામીને ભારતીય રેલવેના એક પ્રશિક્ષણ સંસ્થાનમાં સામગ્રી પ્રબંધનના ફેકલ્ટી તરીકે ૨ વર્ષનો અનુભવ છે. ગોસ્વામીને ભારત અને વિદેશ (સિંગાપુર, મલેશિયા, ચાઇના અને ફાંસ) ની ઉત્કૃષ્ટ સંસ્થાઓનું પ્રશિક્ષણ પણ પ્રાપ્ત છે.