લાઠી તાલુકા ના સરકારી પીપળવા ગામે નીંદ્રાધીન આધેડ ઉપર હુમલો બાદ હત્યા

1106

અમરેલી જીલ્લા ના લાઠી તાલુકા માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કથળી રહી હોય તેમ છેલ્લા કેટલાક સમય થી ચોરી ચકારી ના બનાવો થી ગ્રામ્ય અને શહેરી જનતા ત્રાહિમામ પોકારવા પામી છે આવા સમયે તાલુકા ના સરકારી પીપળવા ગામે નિંદ્રાધીન આધેડ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા ધારદાર હથીયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી નાસી ગયા બાદ ૧૦૮ ની મદદ થી પ્રથમ અમરેલી બાદ રાજકોટ સારવાર દરમ્યાન આધેડ નું મોત થતા પોલીસે તપાસ અને અજાણ્યા શખ્સ સામે હત્યા નો ગુનો નોધવા ચક્રો ગતિમાન છે

મળતી વિગત મુજબ લાઠી ના સરકારી પીપળવા ગામે ગત રાત્રી ના ૧૧.૩૦ દરમ્યાન પોતાના ઘર ની બહાર સુતેલા કેશવભાઈ માધાભાઈ પોકીયા ઉવ ૫૦ ઉપર એક બુકાનીધારી શખ્સ દ્વારા લોખંડ ના ધારદાર હથીયાર વડે હુંમલો કરી નાશી જતા પ્રથમ અમરેલી બાદ રાજકોટ વધુ સારવાર દરમ્યાન મોત થતા બનાવ ખુન ના ગુન્હા માં પરિણમ્યો છે

ગ્રામ જનો અને પોલીસ બેડા માંથી મળતી હકીકત મુજબ આધેડ સરકારી પીપળવા ગામે

નજીક નજીક પોતાના બે મકાન ધરાવે છે અને જુના મકાનમાં રહેઠાણ ધરાવે છે  ગત રાત્રી ના સમયે નિત્ય કર્મ મુજબ ચોક માં મિત્રો સાથે બેઠા બાદ રાતે નવા બહુમાળી મકાન પાસે ડેલા ગેઇટ નજીક સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હિચકારો હુમલો નિંદ્રાધીન અવસ્થા માં કરી અને પેટ ના ભાગે લોખંડના ધારદાર હથીયારથી મારમારવામાં આવ્યા બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી હુમલાખોર ઝપાઝપી દરમ્યાન પોતાના ચંપલ પણ બનાવ સ્થળે છોડી નાસી ગયા નું જાણવા મળે છે.

Previous articleવર્લ્ડ પાર્કિનન્સ-ડેની ઉજવણી
Next articleવ્યક્તિ ગમે તેટલો મોટો થાય પણ ધરતી સાથે જોડાયેલો રહેવો જોઇએ : મોરારિબાપુ