રાજુલા પટેલ સમાજ વાડી ખાતે ભાજપની રાજુલા નગરપાલિકાની આવનાર ચૂંટણી સંદર્ભે તમામ ભાજપ ઉમેદવારોના અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ ગાજીપરા, માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સેન્સ લેવાયા. જેમાં આ વખતે નગરપાલિકાનું સિમાંકન ફેરફાર સાથે ૧૪ પુરૂષ અને ૧૪ મહિલા કુલ નગરપાલિકાના ૭ વોર્ડમાં ૧ વોર્ડ દીઠ ૪ ઉમેદવારો ર મહિલા, ર પુરૂષ લડશે. જેમાં સંજયભાઈ ધાખડા હાલ નગરપાલિકા પ્રમુખ, હાલ ચેરમેન દિલીપભાઈ જોશી, મહેન્દ્રભાઈ ધાખડા, રણછોડભાઈ મકવાણા, લાલભાઈ મકવાણા, હિંમતભાઈ જીંજાળા, અસ્લમભાઈ દલ, અનવરભાઈ, અશોકભાઈ ધાખડા, અમીતભાઈ બાબરીયા, વનરાજભાઈ વરૂ, પ્રવિણભાઈ જોશી, કમલેશભાઈ પરમાર, વિનુભાઈ વોરા, દોલુભાઈ રાજગોર, કુમારભાઈ રાજગોર, અજયભાઈ ગોહિલ, રાજુભાઈ લાડવા, વનરાજભાઈ ધાખડા (મહાદેવ), રેખાબેન જાની, નીતિનભાઈ પંડયા, વિજયભાઈ જોશી, ચિરાગભાઈ જોશી, ભરતભાઈ જાની, હર્ષભાઈ વસોયા, કષ્યપ પારેખ, મહેશગીરી ગોસ્વામી, અનિલભાઈ મકવાણા, રેખાબેન ચૌહાણ, રામકુભાઈ વાળા, વિજયભાઈ વરૂ એડવોકેટ, કમલેશભાઈ રાઠોડ, પ્રવિણાબહેન જાની, લાલભાઈ પકોડાવાળા સહિતના સેન્સ લેવાયા. જે દરેક જ્ઞાતિઓને પ્રાધાન્ય અપાશે.