લોકસભા ચૂંટણી : તમામ ઇવીએમ – વીવીપેટ સ્ટ્રોંગરૂમમાં સીલ કરાયા

712

ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ તથા વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે.

ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ તથા વીવીપેટ મશીનને ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે. સ્ટ્રોંગરૂમને પણ સીલ કરીને સ્ટ્રોંગરૂમ તથા આસપાસના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સમયે કલેકટર અને ચૂંટણી અધિકારી ઉપરોક્ત રાજકીય પક્ષના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી તા.૨૩મી મે ના રોજ મત ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યાં સુધી સ્ટ્રોંગરૂમ ખાતે ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત હેઠળ જાળવણી કરવામાં આવશે.

Previous articleઅમરેલીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ અજાણ્યા યુવાનના વાલી-વારસોએ પો.સ્ટે.નો સંપર્ક કરવો
Next articleઘરફોડ ચોરીનાં આરોપીને રૂા.૪૩,૭૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવ. એલસીબી