ભાવનગર પ્રભુદાસ તળાવમાં રહેતા ડો. વિજળીવાળાના રહેણાક મકાનમાં બે અજાણ્યા ઇસમો એ રૂ. ૪૩,૭૦૦/- ની ચિજવસ્તુની ચોરી કરી લઇ ગયેલ જે બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ.
આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાીન રબ્બર ફેકટરી પાસે આવેલ મામાદેવના ઓટલા પાસે ઉભા હતા તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સ. વિઠ્ઠલભાઇ તથા ઇમ્તીયાઝખાન પઠાણને સયુંકત બાતમીરાહે હકીકત મળેલ કે રબ્બર ફેકટરી પાસે આવેલ ઇનાર્કો કંપનીની ઓફીસ સામે કબ્રસ્તાનના દરવાજા પાસે અગાઉ ઘરફોડ ચોરીઓના ગુનામા પકડાયેલ ફારૂક શેખ નામનો છોકરો જેણે શરીર ઉપર વાદળી જુનુ જીન્સ પેન્ટ તથા બ્લ્યુ તથા આછા લાલ કલરની ચોકડી વાળી ડિઝાઇનનો શર્ટ પહેરીને ઉભેલ છે તેના હાથ મા એક થેલી છે જે થેલીમા ચોરાઉ મુદ્દામાલ છે જે આધારે પગપાળા ચાલીને કબ્રસ્તાનના દરવાજા નજીક પહોચતા ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ત્યા ઉભેલ હોય જેથી કોર્ડન કરી પકડી લીધેલ અને પંચો રૂબરૂ મજકુર ઇસમનુ નામ-સરનામું પુંછતાં પોતે પોતાનુ નામ ફારૂકભાઇ કાળુભાઇ ભીખુભાઇ શેખ જાતે.સિપાઇ ઉ.વ.૨૩ રહે.વડવાનેરા,મોભ પાન હાઉસ ની ગલ્લી,ભાવનગરવાળો હોવાનુ જણાવતાની થેલીમા પંચો રૂબરૂ જોતા એક કેમેરો મળી આવેલ કેમેરાના આધાર બીલ પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું અને ફર્યું-ફર્યું બોલતો હોય.જેથી મજકુરે આ કેમેરો ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ હોય.જેથી કેમેરા ની કિ.રૂ.૫,૦૦૦/- ગણી કલમઃ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ.અને ધોરણસર અટક કરેલ.તેમજ મજકુરની અંગજડતી માથી એક કાળા કલરની બોડી વાળો વિવો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઇલ જેમા સીમકાર્ડ નં.૯૯૨૫૭૨૯૨૮૧ ના હોય જે મોબાઇલ ની કિ.રૂ.૪,૦૦૦/- ગણી કબ્જે કરી આગળની કાર્વાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ને સોપી આપલ છે.
આરોપીની પુછપરછ દરમ્યાન તેણે કેમેરો આજથી આશરે દોઢેક માસ પહેલા પોતે તથા અમીન દીલાવરભાઇ રાઉમા રહે.પ્રભુદાસતળાવ,હવા મસ્જીદ પાસે ભાવનગર તથા મહંમદ ઉર્ફે મેડી સાઇદુનભાઇ રહે. કુંભારવાડા, મોતીતળાવ, ખાર વિસ્તાર ભાવનગરવાળાઓએ ભેગા મળી અમીન ના પેશન મો.સા.મા બેસીને મહિલાકોલેજ પાસે ક્રુષ્ણકુમારસિંહજી અખાડા પાસે,નિશાંત સત્ય એપાર્ટમેંટ વાળા ખાચામા, કે.કે.એવન્યુ, ભાવનગરવાળાને ત્યા બંધ મકાનમા ચોરી કરેલાનુ જણાવેલ છે.