બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.રાવલના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફના માણસો ગલમહંમદભાઇ એ. કોઠારીયા, ડી.કે.ચૌહાણ, એસ.એમ.સૈયદ, હિરેનભાઇ મહેતા, ભીખુભાઇ બુકેરા, સેજાદભાઇ વાય. સૈયદ, ધર્મદિપસિંહ નરેન્દ્રસિંહ, નીલમબેન વીરડીયા, પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હિરેનભાઇ મહેતા તથા ભીખુભાઇ બુકેરાને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, બોરતળાવ પો.સ્ટે.માં બાઇક ચોરીનાં ગુન્હાનો આરોપી મસ્તરામ બાપા મંદિર સામે, રજપાડી પાન વાળા ખાંચામાં આછા ભુરા કલરનો શર્ટ પહેરીને ઉભો છે. બાતમીવાળી જગ્યાએ ચેક કરતા સદરહુ ગુન્હાનો આારોપી નિલેશભાઇ ઉર્ફે હકો વાલાભાઇ કોતર (ઉ.વ.૨૩) રહે.કરદેજ, પંચાયત ઓફીસની બાજુમાં, મળી આવેલ જેને સદરહુ મોસા. બાબતે પૂછતા તેણે આ મો.સા. બોરતળાવ, બાલવાટીકા, પાસેથી ચોરી કરેલાનું જણાવેલ જે મો.સા. કિ. રૂા.૨૫,૦૦૦ નું ગણી આરોપીેને સદરહુ ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે. આગળની તપાસ હેડ કોન્સ જી.એ.કોઠારીયાએ ચલાવી રહ્યા છે.