સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોનું સ્નેહમિલન કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ વરૂની અધ્યક્ષતામાં ભેસાણ તાલુકાના રૂપાવટી ખાતે મળ્યુ જેમાં કાઠી ક્ષત્રીય સમાજના દેવકુભાી ઓઢાબાઈ વીકમા દ્વારા આયોજીત કાઠી ક્ષત્રિય સમાજનું સ્નેહમિલન યોજાયુ જેમા કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપભાઈ વરૂની ઉપસ્થિતીમાં રાજુભાઈ શેખવા રબારીકા દરબાર દેવાતબાપુ ખુમાણના ભામેજો મુન્નાભાઈ વીછીયા મહેન્દ્રભાઈ વીછીયા તેમજ અન્ય કાઠી ક્ષત્રીય સમાજના સંગઠન માટે દેવકુભાઈ ઓઢાભાઈ તથા સુરાભાઈ દેવકુભાઈ વિકમા, જયરાજભાઈ દેવકુભાઈ વિકમાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાઠી ક્ષત્રિય સમાજના રાજકોટ સમાજ પ્રમુખ સુખાભાઈ વાળી સુર્યદેવળ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ધાધલ પીપળીયા ભૂપતભાઈ વાળા દડવા તેમજ સમસ્ત કાઠી સમાજનું ગૌરવ તેવા જ આગેવાનોની ઉપસ્થીત રહેલ અને સર્વાનુમતે ઠરાવ કરાયો કે કે સમાજમાં નાના મોટા વાંધા વચકા ભુલી જઈ સમાજના ઉત્કર્ષ માટે આગળ આવી સમાજ શિક્ષણ ઉપર જ વધારે ભાર મુકવો.