કલંક ફિલ્મ ફ્લોપ થઇ હોવા છતાં આલિયાની બોલબાલા

516

હાલના દિવસોમાં બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી આલિયા ભટ્ટની બોલબાલા જોવા મળી રહી છે. હાલમાં રજૂ કરવામાં આવેલી તેની મહત્વકાંક્ષી ફિલ્મ કલંકને બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની સફળતા મળી રહી નથી. આ ફિલ્મ ૧૫૦ કરોડના જંગી બજેટ સાથે તૈયાર કરવામાં આવી હતી. જો કે આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ હજુ સુધી ૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. કલંક ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોવા છતાં તે પહેલા તેની રાજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મને રેકોર્ડ સફળતા મળ્યા બાદ હવે આલિયા ભટ્ટે તેની ફીમાં વધારો કરી દીધો છે. તે એક ફિલ્મમાં કામ કરવા માટે નવ કરોડ રૂપિયા મેળવી રહી છે. તેની બોલબાલા સતત વધી રહી છે. આલિયા સ્ટારડમ વધી ગયા બાદ વધારે ફી લેતી સ્ટાર બની ગઇ છે. આલિયા ભટ્ટે હવે પોતાની ફી વધારી દીધી છે. એવા હેવાલ મળ્યા છે કે હજુ સુધી એક ફિલ્મમાં કામ કરવા માટે પાંચ કરોડની ફી લેનાર આલિયા ભટ્ટ હવે નવ કરોડ ફી લેવાનો નિર્ણય કરી ચુકી છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે જે ફિલ્મ કરી રહી છે તેમાં કામ કરવા માટે તેને નવ કરોડ રૂપિયા મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આશરે એક ડઝન જેટલી ફિલ્મો કરી ચુકેલી આલિયાની મોટા ભાગની ફિલ્મો સફળ રહી છે. રાજીની સક્સેસ પાર્ટી વેળા કરણ જોહરે કહ્યુ હતુ કે હજુ સુધી આલિયાએ જેટલી પણ ફિલ્મો કરી છે તેમાં માત્ર શાનદાર અપેક્ષા મુજબ સફળ રહી નથી. જાણકાર લોકોનુ કહેવુ છે કે આલિયાની ફી નક્કી કરવામાં કરણ જોહરની ભૂમિકા રહેલી છે. રાજી ફિલ્મની સફળતા બાદ કરણ જોહરે ફી નક્કી કરી છે. સામાન્ય રીતે બોલિવુડમાં જે પણ મહિલા પ્રધાન ફિલ્મો હોય છે તે ફિલ્મોના કમાણીના  આંકડા ૧૦૦ કરોડના આંકડાને પાર કરી જતા નથી. આલિયા પહેલા દિપિકા, કંગના, પ્રિયંકા ચોપડા, સોનમની ચર્ચા રહી હતી.

Previous articleપત્નિને બાંધી દઇ પતિની હત્યા : લૂંટ
Next articleદિશાની ભારત ફિલ્મ પાંચમી જૂને રજૂ કરવા માટેનો નિર્ણય