૩૦ મેથી વિશ્વ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. આ માટે ભારત સહિત ૯ દેશો પોતાની ટીમ જાહેર કરી ચુક્યા છે. ભારતની કેપ્ટનશિપ વિરાટ કોહલી કરશે.
રાહુલ દ્રવિડે જણાવ્યું કે, “હકીકતમાં ભારતે છેલ્લા ૩૦ મહિનામાં ઘણી સારી ક્રિકેટ રમી છે. ઑસ્ટ્રેલિયા સામેની હારનું કારણ સીરીઝની વ્યસ્તતા હોઇ શકે છે. આપણી પાસે વિશ્વ કપ માટે એક સંતુલિત ટીમ છે. જો ભારત વિશ્વ કપ જીતે છે તો આપણે એ વાતની ચિંતા નહીં કરીએ કે ૨-૩ અથવા ૩-૨થી કોણ જીત્યું. આઈસીસી રેન્કિંગ સાબિત કરે છે કે ભારત ત્યાં છે. નંબર વન બનવા માટે વિશ્વ કપ જીતવો જોઇએ.”
વિશ્વ કપ માટે ઋષભ પંત અને અંબાતી રાયડૂને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી તે વિશે પુછવામાં આવતા દ્રવિડે કહ્યું કે, “ભારત પાસે આ વિશ્વ કપ માટે સારી અને સંતુલિત ટીમ છે.
ઘણા બધા સંયોજન અને ઘણા બધા વિકલ્પ છે. આ ટૂર્નામેન્ટમાં તેમના પ્રદર્શનનો પ્રશ્ન છે. તમે હંમેશા એક અથવા બે નામો પર ચર્ચા કરી શકો છો. જે નામોને પસંદ કરવામાં આવ્યા છે તેમની સાથે રહો અને સારા પ્રદર્શનની આશા રાખો.”