આગામી આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯ માટે વેસ્ટ ઈન્ડિઝે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ મેથી શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયો છે. ટીમની કમાન જેસન હોલ્ડરના હાથમં રહેશે. સુનીલ નરેન અને મોર્લન સેમ્યુલસને ટીમમાં તક મળી નથી. શાઈ હોપ, શિમરોન હેટમાયર ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ૩૧ મેએ પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. તો આ સાથે આગામી વિશ્વ કપ માટે તમામ ટીમોની જાહેરાત થઈ ગઈ છે.
વેસ્ટઈન્ડિઝ ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશલે નર્સ, કાર્લોસ બ્રેથવેટ, ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો, ઈવિન લુઈસ, ફેબિયન એલન, કેમાર રોચ, નિકોલન પૂરન, ઓસાને થોમસ, શાઈ હોપ, શેનાને ગાબરિલ, સેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર.