હાલ ગુજરાતભરમાં આકરા પાણીએ ઉનાળો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએથી પાણી માટે બૂમો પડી રહી છે. ત્યારે અનેક તાલુકામાં અછતની સ્થિતિ છે ત્યારે રાજ્ય માટે સારા સમાચારો આવ્યા છે. ભરઉનાળે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ પાણીની સપાટી પાણીની સપાટી ૧૧૯.૨૧ મીટર પહોંચી ગઇ છે.
ગત વર્ષ કરતા ડેમમાં ૧૪.૭૬ મીટર પાણી વધારે છે. હાલ સરદાર સરોવરની ૨૪ કલાકમાં ૪થી ૫ સેન્ટીમીટર જળસપાટી વધે છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૮૪૦૫ ક્યુસેક છે. ડેમમાં ૧૧૦૫.૧૬ એમસીએમ લાઈવ પાણીનો જથ્થો છે. જેથી ૩૮૮૫ ક્યુસેક પાણી કેનાલમાં છોડવાનું ચાલુ કરી દીધું છે.
મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ઊનાળામાં મોટા પાયે પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય
સરદાર સરોવરામાં નિયમ મુજબ ૧૧૦.૬૪ મીટર પાણીનો લાઇવ સ્ટોક રાખવામાં આવે છે ત્યારબાદ ઉચ્ચ સ્તરની પરવાનગી બાદ પાણીનો ડેડ સ્ટોકનો જથ્થો વાપરવામાં આવે છે. જોકે આ વર્ષે ડેમમાં ૧૧૦૫ એમસીએમ પાણીનો જથ્થો મોજુદ હોવાથી ડેમમાં પાણીનો સ્ટોક ગત વર્ષ કરતાં આ વર્ષે ૧૪.૭૬ મીટર વધારે છે.