રાજુલામાં મોતને આમંત્રણ આપતી ચાઈનીઝ દોરી પર પ્રતિંબધની એસી તૈસી કરનાર વેપારી પર સ્પેશ્યલ પોલીસ ઓપરેશન ટીમે તુક્કલ અને ચાઈનીઝ દોરી સાથે વેપારીને પકડી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજુલા ખાતે પ્રતિબંધીત તુકલ અને ચાઈનીઝ દોરી કે જેનાથી મહામુલી માનવ જીંદગીને પલવારમાં ગળામાં ઘસી મોતને ઘાટ ઉતારે છે તે પ્રતિબંધીતની એસી તૈસી કરતા રાજુલાના વેપારીઓની પોલીસ સ્પેશ્યલ ઓપરેશન ટીમે દરોડો પાડી બે વેપારીને રંગેહાથ ઝડપી પાડતા બાબરીયાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘણા સમયથી લોકો દ્વારા ઉત્તરાયણ તથા અન્ય તહેવારો દમરિયાન રાત્રી સમયે સ્કાયલેન્ટર્સ (ચાઈનીઝ તુક્કલ)ઉડાડવાથી ગમે ત્યારે સળગતુ તુક્કલ ગમે ત્યાં પડી મોટી હોનારત અથવા જાનહાની સર્જે છે તેમજ ચાઈનીઝ માંઝા પ્લાસ્ટીક દોરીનો ઉપયોગ થવાથી મહામુલી માનવતા જીંદગી તેમજ નિર્દોષ પક્ષીઓની પાંખો તેમજ ગંભીર રીતે ઘાયલ થઈ તરફડીને તેના પ્રાણ જતા રહે છે આ બે વસ્તુઓ પ્રાણ ઘાતક ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ લાદી દીધો છે તેમ છતા આવા કહેવાતા લે ભાગુ વેપારીઓ કે જેને પોતાના જ અંગત સ્વાર્થ ખાતર સરકારી પ્રતિબંધની એસી તેસી કરી આવો મોતનો વેપલો કરનાર વેપારીઓ પર્યાવરણીય આપત્તિ સર્જી શકતા હોય છે આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરેલ છે તેમજ ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે જેનો ભંગ કરનારને એસ ઓ જી શાખા તરફથી કરતા જીલ્લા મેજી.ના હુકમથી અમરેલી જિલ્લામાં તા.૧-૧-૧૮ થી ૩૦-૧-૨૦૧૮ના સમયગાળા દરમ્યાન જાહેરનામુ પ્રરસિદ્ધ કરવામાં આવેલ છે. એસઓજી સીનીયર એ એસઆઈ પી.કે.ડેર ઈ.ચા.પોસઈ એસ.ો.જી. અમરેલી તથા સ્ટાફના એ.એસ.આઈ પ્રકાશ જોષી એ.એસ.આઈ પ્રભાતભાઈ ગરૈયા પો.કો.મનીષદાન ગઢવી, હરેશભાઈ વાણીયા, રાહુલભાઈ ચાવડા, દેવરાજભાઈ કણોતરા, તેમજ રાજુલા ટાઉન પોલીસ મથકના પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રાજુલાના ટાવર પાસે આવેલ એસ.કે. પતંગ દોરા નામની દુકાને દુકાનદાર અફજલ ફીરોજભાઈ કુરેશી ઉ.વ.૧૮ ધંધો વેપાર રે શ્રમજીવીનગરની દુકાને રેડ કરતા પ્રતિંબધીત તુક્કલ નંગ ૧૧૭ એક તુક્કલની કી. ૨૫ રૂા. લેખે રૂા.૨૯૨૫ તથા ચાઈનીઝ દોરાની ફીરકી દોરા સાથે નંગ ૪ ૧ ફીરકી ની કી. ૨૦૦ લેખે કી.રૂા.૮૦૦ નો મુદ્દામાલ મળી રૂા.૩૭૨૫નો મુદ્દામાલ મળી આવતા ખળભળાટ મચી ગયેલ છે. તેમજ રાજુલા ટાઉનમાં હરીઓમ પતંગદોરા નામની દુકાને દુકાનદાર મનોજભાઈ જીતુભાઈ પરમાર (કુંભાર)ઉ.વ.૩૨ રે. રાજુલા શાકમાર્કેટ પાસે દુકાને તપાસ કરતા તેની દુકાનમાથી ૧૮૦ તુક્કલ કી.રૂા.૪૦૦ કુલ રૂા.૪૯૦૦નો મુદ્દામાલ મળી આવતા તપાસ સાથે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે આ અંગે વધુ તપાસાર્થે શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરભાઈ દ્વારા બાઝનજર રાખી રહેલ છે.