ગરમી વધતાની સાથે જ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જે શાકભાજી પહેલા રૂ. ૪૦ થી ૬૦ કિલો મળતું હતું, હવે તેના ભાવ બમણા થઇ ગયા છે. શાકભાજીની આવક ઓછી થઈ જતાં તેની સીધી અસર ભાવ પર પડી રહી છે. શાકભાજીના વધતા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. ટૂંકા પગારમાં ગુજરાત ચલાવતો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હેરાન-પરેશાન થઈ ગયો છે. ઉનાળુ શાક કે જેવા કે ચોળી, ગવાર, ભીંડા, ડુંગળી-બટાકાના ભાવ વધી જતા લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
ઉનાળામાં ફ્રૂટ પણ ઓછા આવતા હોય છે અને શાકભાજી પણ ઘટી જતા હોય છે. ઓછા શાકભાજી હોય અને તેમાં પણ મોંઘા હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ પર બેવડો માર પડતો હોય છે. વેકેશનમાં ખર્ચા વધુ હોય છે અને તેમાં કમ્મરતોડ મોંઘવારી લોકોની મુશ્કેલી વધારતી હોય છે.