ખેડબ્રહ્મા પાસે સીએમ વિજય રૂપાણીના કાફલાને નડ્‌યો અકસ્માત, ચારને ઇજા

704

ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી મા અંબાના દર્શનાથે આજે અંબાજી ગયા હતા. ત્યાંથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કોનવેને અકસ્માત નડ્‌યો છે. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી સુખ શાંતિથી પૂર્ણ થતા ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા અંબાજી ગયા હતા અને ત્યાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. સીએમ રૂપાણીએ પરિવાર સાથે મંગળા આરતીનો પણ લાભ લીધો હતો અને માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી માતાજી પાસે સમગ્ર ભારતમાં સુખ શાંતિ બની રહે તે માટે પ્રાર્થના પણ કરી હતી. તો નિજ મંદિરમાં ભટ્ટજી મહારાજની ગાદીના દર્શન કર્યા બાદ માતાજીને ધજા ચડાવી હતી.

જોકે ત્યારબાદ સીએમ રૂપાણી પરિવાર સાથે સાથે પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન ખેડબ્રહ્માના આગિયા પાસે તેમના પોલીસ સીએમના કોનવેને અકસ્માત નડ્‌યો હતો. જેમાં સીએમનાં કાફલામાં પાછળ આવી રહેલી પોલીસની કારને રસ્તામાં અચાનક જંગલી ભૂંડ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ અને ચાલકને ઇજા પહોંચી છે અને ચારેયને સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.

 

Previous articleઆ વખતે બહુમતીથી કોંગ્રેસની સરકાર રચાશેઃ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી
Next articleદિલ્હીને પૂર્ણ રાજ્ય માટેનો દરજ્જો આપવા કામ કરાશે