વારાણસીમાં મોદીનો ભવ્ય રોડ શો

589

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં ગુરુવારે એક મોટો રોડ શો કર્યો હતો. આ  રોડ શોમાં કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. મોદી શુક્રવારે વારાણસી સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરશે. રોડ શો દરમિયાન બીએચયુના સંસ્થાપક પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર ફુલહાર કર્યા હતા.  આ રોડ શો અંદાજે ૬ કિમી લાંબો હતો. જે શહેરના લંકા વિસ્તારથી લઇને ગુદોલિયાથી દશાશ્વમેઘ ઘાટ સુધી ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વારાણસીમાં મેગા રોડ શો પહેલા ટિ્‌વટ કર્યું છે અને લખ્યું કે દરભંગા અને બાંદામાં બમ્પર રેલી બાદ પ્યારી કાશી તરફ જઈ રહ્યો છે. જ્યાં ઘણા કાર્યક્રમો છે જેના માધ્યમથી ફરિ એક વાર મને કાશીના ભાઈઓ અને બહેનો સાથે વાતચીત કરવાની તક મળશે. હર-હર મહાદેવ.૨૬ એપ્રિલ એટલેકે આવતીકાલના રોજ વડાપ્રધાન પહેલા હોટલ ડિ પેરિસમાં બૂથ અધ્યક્ષો અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યાંથી કાલ ભૈરવ મંદિર જઈને બાબા કાલ ભૈરવના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે જશે.

વડાપ્રધાન જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જશે ત્યારે એનડીએ ઘટક દળોના નેતા તેમની સાથે જોડાશે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, લોક જનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પણ એમાં સમાવેશ થાય છે. આ સિવાય પાંચ રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ વડાપ્રધાન સાથે જોડાશે.

મહત્વનું છે કે કાશી વિશ્વનાથ મહાદેવની તપોભૂમિ વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન મોદી ભાજપનાં ઉમેદવાર છે. આ બેઠક પરથી કોંગ્રેસનાં મહાસચિવ અને પૂર્વીય યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલતી હતી. જો કે તમામ ચર્ચાઓ અને અટકળો પર પુર્ણવિરામ મુકાઇ ગયું છે. વડાપ્રધાન નોદી સામે કોંગ્રેસમાંથી અજય રાય ચૂંટણી લડશે. ૨૦૧૪ની ચૂંટણીમાં પણ અજય રાય મોદી ચૂંટણી લડ્યા હતાં. પરંતું તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ હતી.જો કે ફરી કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા છે. તે પણ વડાપ્રધાન મોદી સામે.

Previous articleનરેન્દ્ર મોદીએ ખોલાવેલાં બેંક ખાતામાં ‘ન્યાય’ના પૈસા જમા થશે : રાહુલ ગાંધી
Next articleતાકાતવાર અને અમીરોના રિમોટથી સુપ્રીમ કોર્ટ નહીં ચાલે : સુપ્રિમ