મુંબઇથી લકઝરીમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો

1870

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ઇમ્તીયાખાન પઠાણ ને બાતમીરાહે હકિકત મળેલ કે મુંબઇ/દિવ વાયા ભાવનગરના રૂટ ઉપર ચાલતી જય ખોડીયાર ટ્રાવેલ્સમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરફેર થાય છે. આજરોજ તે ટ્રાવેલ્સમાં મુંબઇથી ભારતીય બનાવટનો દારૂ ભરી ભાવનગર આવવાનો છે. અને તે દારૂનો જથ્થો લાવવા માટે ટ્રાવેલ્સના ડ્રાઇવર/કલીનરની મદદ લેવાની છે. અને દારૂનો જથ્થો પેસેન્જરોના સામન ભેગો ડીકીમાં હોવાની શકયાતા છે. તેવી હકિકત મળેલ જે હકિકત આઘારે આજરોજ વહેલી સવારના નારી ચોકડી ખાતે વોચમાં રહેતા તે દરમ્યાન જય ખોડીયાર ટ્રાવેલ્સની બસ નારી ચોકડી ઉપર આવતા તેને કોર્ડન કરી રોકી ડીકીની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડ નેઇમની પ્લાસ્ટીકના થેલા નંગ-૧૭ માં કુલ બોટલ નંગ-૬૪૮ કી.રૂ. ૨,૯૧,૯૮૪/-ની મળી આવતા પાંચેય ઇસમો પાસેથી મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ. ૧૬,૫૦૦/- તથા બસની કિ.રૂ. ૨૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.  ૨૩,૦૮,૪૮૪/-ના મુદામાલ સાથે  પકડાય જઇ તમામે પ્રોહી કલમ- પ્રોહી કલમ ૬૫ એ ઈ ૮૧,૮૩, ૧૧૬બી, ૯૮(૨) મુજબ  ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધમાં વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

પુનમબેન  ધર્મેશભાઇ સારોલીયા રહે. મુંબઇ, ઘર્મેશભાઇ મેઘજીભાઇ સારોલીયા રહે. મુંબઇ, શારદાબેન રોહીતભાઇ બુટીયા રહે. મુંબઇ,  ડ્રાયવર ઉમેશભાઇ ડાયાભાઇ વાઘેલા સોનગઢ, કલીનર વિક્રમભાઇ રણજીતભાઇ ચૌહાણ  મોટા ખુટવડાવાળાને ઝડપી લીધેલ.

Previous articleતાકાતવાર અને અમીરોના રિમોટથી સુપ્રીમ કોર્ટ નહીં ચાલે : સુપ્રિમ
Next articleઆજથી બે દિવસ તપશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અસર રહેશે