ગારિયાધાર ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી હતી. જે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગારિયાધાર યુવા ભાજપ પ્રમુખ ત્નિલેષ રાઠોડ, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિત યુવા કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ શોભાયાત્રા ગારિયાધાર શહેરના મૂખ્ય માર્ગો ઉપર ફરી હતી.