નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સની એકી સાથે ૧૧ વિદ્યાર્થીનીઓનો નૃત્ય વિશારદ રંગમંચ પ્રદર્શનનો દ્વિદિવસીય કાર્યક્રમ આગામી તા.૨૭, તા.૨૮ શનિવારે રાત્રે તથા રવિવારે બપોરે એમ બે ભાગમાં ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલમાં યોજાનાર છે.
કલાગુરૂ સ્વ.ધરમશીભાઇ શાહના પટ્ટશિષ્યા ડા.નીપા ઠક્કરના માર્ગદર્શનમાં નૃત્યુ વિશારદની સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓના આ કાર્યક્રમોના પ્રથમ ભાગમાં તા.૨૭ શનિવારે રાત્રે ૮-૩૦ કલાકે ઝવેરચંદ મેઘાણી હોલમાં રંગમંચ પ્રદર્શન થનાર છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે લોકનૃત્યુ તજજ્ઞ દંપતિ જયરાજસિંહ સરવૈયા અને આશાબેન સરવૈયા ઉપસ્થિત રહેશે. જેમાં રૂત્વી વ્યાસ, હિયા પુંડવીયા, ચેરી મણીયાર, રાજવી વૈદ્ય, જયીતા મહેતા અને ઉત્સવી ઉપાધ્યાય કલા પ્રદર્શન કરશે.
બીજાભાગમાં તા.૨૮ રવિવારે સાંજે ૪ વાગે ઝવેરચંદ મેઘાણી હોલમાં રંગમંચ પ્રદર્શન થનાર છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા સાહિત્યકાર અને પદ્યશ્રી જોરાવરસિંહ જાદવ અને આચાર્ય વાચીનીદેવી ગોહિલ ઉપસ્થિત રહેશે. જેમાં પ્રાંચી પટેલ, શ્વેતા બોઝ, ઝીલ ચાવડા, મહેક વાઘેલા અને ડા. હર્વીતા ગોહિલ કલા પ્રદર્શન કરશે.