જાફરાબાદના કડીયાળી ગામે વિશ્વ મેલેરીયાદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત એક લઘુ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ કચેરી જાફરાબાદ ડા.જે.એસ.ગોસ્વામીના માર્ગદર્શન નીચે મેહુલ આર.દવે દ્વારા કડિયાળી સબસેન્ટરમાં મેલેરીયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આશાવર્કરો તથા આંગણવાડી વર્કરો અને મેલેરીયા તાવ તથા ગામમાં થતા મચ્છરના ઉપદ્રવ વિશે વિવિધ દવાનો છંટકાવ તેમજ કોઇપણ જાતની બિમારી જણાય તો તાત્કાલિક સબસેન્ટર અથવા પીએચસી નાગેશ્રી તથા સરકારી હોસ્પીટલ જાફરાબાદનો સંપર્ક કરવા જણાવેલ. તેમજ ગામમાં રોગચાળો થતો અટકાવવા તેમજ પાણી ચોખ્ખું રાખવા અને ગંદવાદ દુર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.