વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીનાં ભાગરૂપે દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર મહાપાલિકાના અર્બન મેલેરિયા વિભાગ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પ્રસ્થાન કમિશ્નર ગાંધી દ્વારા કરવામાં આવ્યુ ંહતું. આતાભાઇ ચોક, જોગસપાર્ક ખાતેથી નિકળેલી આ રેલી સરદારનગર ખાતે સંપન્ન થઇ હતી. રેલીમાં મેલેરિયા જાગૃતિનાં બોર્ડ બેનરો સાથે લોકોમાં જાગૃતિ ફેલાવાઇ હતી.