શહેરનાં વડવા ચોરા ખાતે રૂવાપરી મહિલા મંડળ દ્વારા ઉષાબેન માંડલીયાના વ્યાસાસને શ્રીમદ્દ દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવતા વિવિધ પ્રસંગોની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આવતીકાલે શુક્રવારે દુર્ગામાતાનાં પ્રાગટ્યદિનની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર કથાને સફળ બનાવવા રૂવાપરી મહિલા મંડળનાં સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.