એમબીબીએસ ક્ષેત્રે કારકીર્દિ ઘડતર માટે ફિલિપાઈન્સમાં અભ્યાસ કરવાની તક

1405
gandhi1382017-3.jpg

એમબીબીએસ ક્ષેત્રે કારકીર્દિ ઘડવા ઈચ્છુક વિદ્યાર્થીઓને તક મળે તેવા ઉમદા ઉદેશથી ગાંધીનગર ગુરુકુળ (ભાટ) અને લાયસમ ઈન્ડિયાના સંયુકત પ્રયાસો થકી ફિલિપાઈન્સ સરકારની સીએચઈડી માન્યતા પ્રાપ્ત કોલેજમાં અભ્યાસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ અને ગાંધીનગર ખાતે આ સુવિધાનો પ્રારંભ થઈ રહ્યો છે. 
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નસમા સ્કીલ ઈન્ડિયા અને ન્યુ ઈન્ડિયા પ્રોજેકટના ભાગરૂપે ૧૩-૧૪ સપ્ટેમ્બર, ર૦૧૭ ના રોજ જાપાનના વડાપ્રધાન શીંજો આબેની ઉપસ્થિતિમાં ગુજરાત ખાતે વિવિધ પ્રોજેકટના પ્રારંભ સાથે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાનની કંપનીઓ, ઉદ્યોગકારો સાથે મહત્વના એમઓયુ થનાર છે ત્યારે એમબીબીએસ ક્ષેત્રે વિદ્યાર્થીઓને તક આપવા માટે ગાંધીનગર ગુરુકુળ(ભાગ) અને લાયસમ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે પ્રધાનમંત્રી મોદીજીના સ્કીલ ઈન્ડિયા સ્વપ્નને સાકાર કરવાના સહભાગી પ્રયાસરુપે ફિલિપાઈન્સની સીએચઈડી માન્ય કોલેજમાં અભ્યાસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રિજ કોર્ષની પૂર્ણતા ગુજરાતમાં થશે અને બાકીનો અભ્યાસ ફિલિપાઈન્સમાં થશે. 
આ સંદર્ભે ફિલિપાઈન્સની સંસ્થાના ડેલિગેટ્‌સ દ્વારા અમદાવાદ ખાતે લાયસમ ઈન્ડિયા કેમ્પસની મુલાકાત લઈ આ કોર્ષની વ્યવસ્થા તેમજ મેડિકલ અભ્યાસ વિશે માહિતી આપવામાં આવી હતી. લાયસમ દ્વારા ઈન્ડિયા અને ફિલિપાઈન્સ બંન્ને દેશોમાં કાઉન્સેલીંગ કરવા ઉપરાંત શ્રેષ્ઠ અભ્યાસ સાથે સાંસ્કૃતિક સમન્વય માટે પણ પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર ખાતે સૌપ્રથમવાર આ કોર્ષ શરૂ થઈ રહ્યો છે જે એમબીબીએસ ક્ષેત્રે કારકીર્દિ ઘડતર માટે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી અને આશિર્વાદરૂપ પૂરવાર થશે એમાં કોઈ બેમત નથી.

Previous articleમનપાના વોર્ડ નં. ૪ માં મૉં નર્મદા રથનું સ્વાગત કરાયુ
Next articleશિક્ષકોની ભરતી મુદ્દે ઉચ્ચ શિક્ષણ કમિશનરને આવેદન