મધુવન ગામે ઘેલાદાદાનાં મંદિરે સન્માન સમારોહ – યજ્ઞનું આયોજન

778

મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા ઘેલાદાદાનાં મંદિરે મહાયજ્ઞ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પરિવારના કોઇ જોબ કરતા હોઇ તેમનું સન્માન સહીતના વિવિધ કાર્યક્રમો યોજાશે. મધુવન ગામે વર્ષો પુરાણી ઘેલાદાદાનું  મંદિર આવેલું છે. ત્યાં સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો તા.૨૮ને રવિવારે યોજાશે જેમાં ૧ થી ૩ નંબર પર આવેલા તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી એન પુષ્પગુચ્છ અને બુક સેટ આપી નવાજવામાં આવશે અને પરીવારના હોદ્દેદારો અધિકારી પદાધિકારીઓ આગેવાનોનું જાહેરમાં સન્માન કરવામાં આવશે. અને મુખ્ય યજમાન સહિત વિશાળ મંડપમાં પાટલા સાથે મહાયજ્ઞ યોજાશે તમામ ચૌહાણ પરિવાર એક સાથે બેસીને પ્રસાદનો લાભ લેશે. હેમાદરી વીધી ચૈત્ર રવિવાર તા.૨૮ સવારે ૮ કલાકે યજ્ઞ આરતી સવારે ૯ કલાકે મહાપ્રસાદ બપોરે બાર કલાકે શ્રીફળ હોમ સાંજના ચાર કલાકે તમામ ભાવીભક્તોને સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા ઘેલાદાદાના મંદિરે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

Previous articleસિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના ટાકામાં ડુબી જતા ૩ કર્મીના મોત
Next articleરાજસ્થાનને મોટો ફટકો, સ્મિથ ટીમ છોડીને સ્વદેશ પરત ફરશે