ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર વર્લ્ડકપ માટે ૧૬ અમ્પાયર અને ૬ મેચ રેફરીના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. અમ્પાયરોમાં ભારતના એસ.રવિનું નામ પણ તેમાં સમાવેશ થઇ ગયો છે. ૪૫ દિવસો (૩૦ મેથી ૧૪ જુલાઇ સુધી)ના આ ક્રિકેટ મહાકુંભમાં દુનિયાની ટોચની ૧૦ ટીમો એવોર્ડ જીતવા માટે હોડમાં ઉતરી છે.
ટૂનાર્મેન્ટમાં કુલ ૪૮ મેચ રમાડવામાં આવશે.
ઓવલમાં મેજબાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ઉદ્ધાટન મેચનું સંચાલન ત્રણ વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય કરશે. જેમાં મેચ રેફડી ડેવિડ બૂન હશે, તે એલન બોર્ડરની આગેવાનવાળી ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય છે. આ ટીમે ૧૯૮૭માં પોતાનો પહેલો વર્લ્ડકપ જીત્યો હતો.
મેચ રેફરીઃ ક્રિસ બ્રોડ, ડેવિડ બ્રૂન, એન્ડી પાયક્રોફ્ટ, જેફ ક્રો, રંજન મદુગલ, રિચી રિચર્ડસન
અમ્પાયરોઃ અલીમ ડાર, કુમાર ધર્મસેના, એમ. ઈરાસમસ, ક્રિસ ગફાને, ઈયાન ગોલ્ડ, રિચર્ડ ઈલિંગવર્થ, રિચર્ડ કેટલબોરો, નાઇજલ લૉન્ગ, બ્રૂસ ઓક્સેનફોર્ડ, સુંદરમ રવિ, પોલ રીફેલ, રોડ ટકર, જોઅલ વિલ્સન, માઇકલ ગફ, રૂચિરા પલ્લિયાગુરૂગે, પોલ વિલ્સન
સૌથી અનુભવી મેચ રેફરી મદુગલ પોતાનો છઠ્ઠો વર્લ્ડકપમાં ભાગ લઇ રહ્યા છે, જ્યારે બ્રોડ અને ક્રોકે માટે ચોથો વર્લ્ડકપ હશે. ડાર પોતાનો પાંચમો વર્લ્ડકપમાં અમ્પાયરિંગ કરશે. ગોલ્ડ માટે ચોથો અને છેલ્લો વર્લ્ડકપ હશે. તેમણે ટૂર્નામેન્ટ બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ૧૯૮૩ના વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડના વિકેટકિપર રહેલા ૬૧ વર્ષના ગોલ્ડે અત્યાર સુધી ૭૪ ટેસ્ટ, ૧૩૫ વનડે આંતરરાષ્ટ્રીય અને ૩૭ ટી-૨૦ મેચમાં પોતાનું યોગદાન આપ્યું છે.