શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સમાં જોરદાર ઉછાળો રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સમાં ૩૩૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૯૦૬૭ રહી હતી. ફાઇનાન્સિયલ શેરોમાં આજે પણ તેજીનો માહોલ રહ્યો હતો. નિફઅટી૧૧૭૫૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. કારોબારના છેલ્લા કલાકમાં તેજી જામતા નિફ્ટી ૧૧૩ પોઇન્ટ ઉછળીને ૧૧૭૫૫ની સપાટીએ રહ્યો તો. નિફ્ટીમાં ૯૩૧ શેરમાં મંદી રહી હતી. ૧૧૯ શેરમાં યથાસ્થિતિ રહી હતી. સેક્ટરલ આધાર પર એકમાત્ર નિફ્ટી ઓટો, નિફ્ટી મિડિયા, અને નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સમાં મંદી રહી હતી. બાકીના અન્ય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી જામી હતી. નિફ્ટી મેટલ, નિફ્ટી બેંક, નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૧.૮૬ ટકાથી લઇને ૧.૪૬ ટકા સુધીનો સુધારો ક્રમશઃ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૬૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૦૬૪ રહી હતી. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૧૩ રહી હતી. મારુતિ સુઝુકીના શેરમાં એક ટકાનો ઘટાડો રહ્યો હતો. કંપની દ્વારા માર્ચ ત્રિમાસિક ગાળા માટે અપેક્ષા કરતા નબળા આંકડા જારી કરવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી. જીએચસીએલમાં ૭.૨૫ ટકાનો વધારો હેવી વોલ્યુમના કારે જોવા ળ્યો હતો. તાતા સ્ટીલના શેરમાં સાત ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપની દ્વારા અપેક્ષા કરતા વધુ સારા પરિણામ માર્ચ ત્રિમાસિક ગાળામાં જારી કરવામાં આવ્યા બાદ તેની અસર જોવા મળી હતી. તાતા સ્ટીલના શેરમાં તેજી માટે તેના માસિક ત્રિમાસિક ગાળામાં ૨૨૯૫ કરોડ રૂપિયાના નેટ નફાનો સમાવેશ થાય છે. તેલ કિંમતોમાં આજે ફરી એકવાર ઘટાડો થયો હતો. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ ઇરાનમાંથી નિકાસ ઘટી જતાં આનો સામનો કરવા ઓપેક દેશોએ ઉત્પાદન વધારવાની તૈયારી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.