સંકટગ્રસ્ત જેટ એરવેઝના કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. તેમના માટે સારા સમાચાર એ છે કે તેમને આ વર્ષેમાં જ ફરી નોકરી મળી રહેશે. કારણ કે દેશમાં જુદી જુદાી એરલાઇન્સ તેમની વિસ્તૃતિકરણની યોજના ધરાવે છે. એરલાઇનોમાં ૧૫૦થી પણ વધારે વિમાન સામેલ કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં એરલાઇનને નવા કેબિન ક્રુ, પાયલોટ અને અન્ય સંબંધિત કર્મચારીઓની જરૂર પડશે. તેમને સારા પગારમાં ફરી નોકરી મળવાના સંકેત દેખાઇ રહ્યા છે. જાણકાર લોકો અને ઉડ્ડયન સેક્ટરમાં નજર રાખનાર જાણકાર લોકોનુ કહેવુ છે કે આ વર્ષે કેટલીક એરલાઇન્સ પોતાના કાફલામાં વિમાનોની સંખ્યા બે ગણી કરવા જઇ રહી છ. જેથી જેટના કર્મચારીઓને પણ નોકરી મેળવી લેવામાં કોઇ વધારે તકલીફ પડનાર નથી. તાજેતરમાં જ નાગરિક ઉડ્ડયન પ્રધાન જયંત સિંહાએ કહ્યુ હતુ કે જેટના કર્મચારીઓને ટુક સમયમાં જ નોકરી મળી જશે. એક મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સ્થાનિક વિમાની કંપનીઓ આ નાણાંકીય વર્ષમાં પોતાના કાફલામાં ૧૫૦ નવા વિમાનો સામેલ કરવાની તૈયારીમાં છે. જેટના સ્લોટ ખાલી થવાના કારણે કંપનીઓ દ્વારા આ સંખ્યામાં બે ગણો વધારો કરી રહી છે. આ પહેલા એરલાઇન દ્વારા આ નાણાંકીય વર્ષમાં ૮૦ વિમાનો સામેલ કરવાની યોજના બનાવી હતી. ભારતમાં વિમાન યાત્રીઓની સંખ્યામાં ઉલ્લેખનીય રીતે વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં એરલાઇનો પણ વધુને વધુ વિમાનો રાખી રહી છે. જેટના કુશળ કર્મચારીઓને હવે નોકરી મળશે. સુત્રોના કહેવા મુજબ જેટ એરવેઝમાં હિસ્સેદારીના વેચાણને લઇને બોલીની પ્રક્રિયાને જાર રાખવાની સાથે સાથે એનસીએલટીમાં સમાધાન માટેના પ્રયાસો પણ જારી રાખ્યા છે. બોલી માટેની તારીખ ૧૦મી મે છે.