પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, સેક્ટર-૨૮, ગાંધીનગરના પીસપાર્કના હોલમાં ગુરુવારે સાંજે ૭.૦૦ વાગે આદરણીય કૈલાશ દીદીજીની અધ્યક્ષતામાં ખૂબ સુંદર જન્મદિન મુબારક સમારોહ યોજવામાં આવેલ.
એપ્રિલ માસમાં ૨૦ એપ્રિલના રોજ રાજયોગિની કૈલાશ દીદીજીનો, ૧૮ એપ્રિલના રોજ બ્રહ્માકુમાર રાજુભાઈ શાહનો તથા ૧૯ એપ્રિલના રોજ બી.કે.ધર્મિષ્ઠાબેન (ટીનાબેન)નો જન્મ દિવસ આવે છે. પણ આદરણીય દીદીજી આ સમય નાગપુર ખાતે ઇશ્વરીય સેવા પ્રવાસ પર હોઇ ૨૫ એપ્રિલ ના રોજ સાંજે ૭.૦૦ વાગે જન્મદિન મુબારક કાર્યક્રમ રાખવામાં આવેલ. ગુરુવાર અને જન્મ દિન મુબારક એ બે ના સંગમ રૂપે પરમાત્મા શિવબાબાને વિશેષ ભોગ ધરાવવામાં આવેલ. વિવિધ રાજ્યના પ્રતિનિધિ તરફથી કૈલાશ દીદીજીનું સ્વાગત અભિવાદન વિવિધ રીતે કરવામાં આવેલ. (૧) ગુજરાત તરફ્થી કેપિટલ ઓફસેટ્સ અને કેપિટલ વર્તમાન દૈનિકના માલિક ભ્રાતા રમેશભાઈ પટેલ તથા તેમના યુગલ શાંતિબેને ગુલદસ્તા દ્વારા, (૨) રાજસ્થાન તરફથી બી.કે.ડૉ. અનુરાધાબેન શેખાવતે (એમ.ડી.આયુર્વેદ) ફ્રુટબાસ્કેટ દ્વારા, (૩) મહારાષ્ટ્ર તરફથી કોમલબેને ડ્રાયફૂટ અને ગુલાબના હાર દ્વારા, (૪) દરબાર ગઢ તરફથી ક્રિષ્ણાબા તથા વિક્રમસિંહ ઝાલા (પી.એસ.આઈ.પોલીસ કમિશ્નર, અમદાવાદ) ચોકલેટ દ્વારા, (૫) સાઉથ ઇંડિયન તરફથી ગીતાદેવી એ પુષ્પ ગુચ્છ દ્વારા અને (૬) પંજાબ તરફથી નિલમબેન સૂરીએ ફ્રુટ દ્વારા સ્વાગત કરેલ.
સમારોહમાં બ્લ્યુ બબલ એકેડેમીના કલાકાર હર્ષાબા ધાન્ધલ ના સુપુત્રી કુ.મયૂરી, કશ્યપભાઈ નિમાવતના સુપુત્રી કુ.રીયા અને સાગરભાઈ તરફથી તથા સરઢવ ગામની બે કુમારીઓ તરફથી સુંદર ગીતોની પ્રસ્તુતી કરવામાં આવેલ. જ્યારે નાયડુ પરિવારની બે પુત્રી તરફથી દીદીજી નું સ્વાગત નૃત્ય રજુ કરી સ્વાગત અભિવાદન કરેલ. ઇસરો ના સાયન્ટીસ્ટ તથા બર્કલેય બેંકના પૂર્વ મેનેજર અને ગ્લોબલ હોસ્પિટલ માઉંટ આબુના ટ્રસ્ટી બી.કે.રશ્મિકાંત આચાર્ય, કોર્પોરેટર હર્ષાબા ધાન્ધલ, ભ્રાતા દિનેશભાઈ, રમેશભાઈ પટેલ તરફથી જન્મદિનની મુબારક સ્પીચ આપવામાં આવેલ. દીદીજી એ પણ તેમનાઉદગાર રજુ કર્યા હતા. ઉપસ્થિત સૌ એ પણ પોતાની મુબારક પાઠવેલ. સૌ પ્રભુ પ્રસાદ ગ્રહણ કરી ઉમંગ અને ઉત્સાહ ને પ્રદશિત કરવા ગરબાનો પણ આનંદ મેળવેલ.