સિહોર નગરપાલિકા ચૂંટણી માટે ભાજપ નિરીક્ષકોએ સેન્સ લીધા

629
bvn1312018-6.jpg

આગામી ફેબ્રુઆરી માસમાં રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સિહોર પાલિકાની ટર્મ પૂર્ણ થતા રાજ્ય ચૂંટણી આયોગના શહેરના વોર્ડ સીમાંકન અને અનામત બેઠકો ફાળવણીના પરિપત્ર મુજબ કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો જેમાં ૧૮ સ્ત્રી બેઠક સંખ્યા તથા વોર્ડ વસ્તી પ૩૪૮૦ સામે ૯ વોર્ડમાં ભાજપા પક્ષ પાસે આજે ટીકીટ માંગણી માટે ખૂબ મોટીસંખ્યામાં દાવેદારો પોતાના ટેકેદારો સાથે ઉપસ્થિત રહેલ. જેમાં ૧ થી ૯ વોર્ડમાં પ્રથમ વોર્ડ ૧૪, વોર્ડ-રમાં રપ, વોર્ડ-૩માં ૧૭, વોર્ડ-૪માં રપ, વોર્ડ-પમાં ૩૭, વોર્ડ-૬માં ર૦, વોર્ડ-૭માં રપ, વોર્ડ-૮માં ર૦, વોર્ડ-૯માં ૮ કુલ-૧૯૧ લોકોએ દાવેદારી નોંધાવી હતી ત્યારે તમામને ચૂંટણી ઈન્ચાર્જ અમોહભાઈ શાહ, મહેશભાઈ રાવલ તથા નારણભાઈ મોરી સમક્ષ પોતાના બાયોડેટા સાથે પરફોર્મન્સ આપ્યું હતું તથા દરેકને સાંભળ્યા હતા. 
ખરાખરીના પાલિકાની ચૂંટણી જંગમાં હાલના શહેર પ્રમુખ શંકરમલ કોકરા સહિત આ ચૂંટણીમાં ઝંપલાવે તેવી પુરેપુરી શક્યતા છે ત્યારે ચૂંટાયેલા સભ્યોએ પણ ફરી ઝંપલાવ્યું છે ત્યારે પાલિકાના પ્રમુખ નકુમે જણાવેલ કે, હવે હું ચૂંટણી નહીં લડું. નવા ચહેરાને સ્થાન મળે માટે હવેથી પાર્ટીમાં રહી સંગઠન મજબુત બનાવીશ. નવા સીમાંકન ભલભલાની આસાન જીત સામે પરસેવો વળે તેવું છે ત્યારે મહિલા મોર્ચો પણ લડી લેવાના મૂડમાં છે. ૩૬ સામે અંદાજીત ર૦૦થી વધુ દાવેદારી થશે ત્યારે પાલિકાની ચૂંટણીમાં પણ રંગ જામશે તે વાત ચોક્કસ છે ત્યારે કોંગ્રેસ પણ પોતાની તૈયારી કરી રહી છે.

Previous articleએબીવીપી દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ
Next articleપાલીતાણાના લુવારવાવ ગામે પતંગોત્સવની ઉજવણી કરાઈ