ઉત્તર ગુજરાતમા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ જિલ્લાના લોકોને ગરમી સહન કરવી પડશે.
હવામાન વિભાગે સાબરકાંઠા અને બનાસકાંઠામા સૌથી વધુ ગરમી પડશે તેવી આગાહી કરી છે. ત્યારે અન્ય ત્રણ જિલ્લાના લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. ગુરુવારે ઉત્તર ગુજરાતના મોડાસા તથા મહેસાણામાં ગરમીનો પારો ૪૧.૫ ડિગ્રી રહેતા આ શહેરોમા ગરમીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. જોકે હવામાન વિભાગે ૨૯ તારીખ સુધી ગરમી વધવાની આગાહી કરી છે.