ચૂંટણી પંચે પીએમ મોદીના વિમાનની તપાસ કરનારા આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિનનું સસ્પેન્સન રદ કરી દીધું છે. મોહસિને ચૂંટણી ફરજ દરમિયાન ઓડિશા ખાતે પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે સિનિયર અધિકારીને તપાસ માટે ઓડિશામાં મોકલવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ચૂંટણી પંચે કર્ણાટક સરકારને ૧૯૯૬ની બેચના આઈએએસ ઓફિસર સામે શિસ્તભંગના પગલાં લેવાનો આદેશ કર્યો છે.
બેંગલુરુ ખાતે આવેલા સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ(ઝ્રછ્) તરફથી આઈએએસ અધિકારીના સસ્પેન્સનના આદેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ તરફથી આ આદેશ કરવામાં આવ્યો હતો.
આ મામલે સીએટીએ ચૂંટણી પંચ અને બીજા ચાર લોકોને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવણી ૬ જૂનના રોજ થશે.
કેટ સભ્ય કેબી સુરેશે આદેશમાં કહ્યું કે, એસપીજી સુરક્ષા પ્રાપ્ત હોય તેવા વ્યક્તિઓને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રક્ષણ અને સુરક્ષા મળવી જોઈએ, પરંતુ એવું ન કહી શકાય કે તેઓ કંઈ પણ કરી શકે છે. કેટના જણાવ્યા પ્રમાણે અત્યારે અમે એસપીજી સુરક્ષા પ્રાપ્ત લોકોની માર્ગદર્શિકામાં પડવા માંગતા નથી પરંતુ કાયદાનું રાઝ હોવું જોઈએ.