રાજુલામાં ૭૨ વર્ષના રાજુલામાં હાદાભાઇ કાનાભાઇ આહીર ઉમર હાલ રાજુલાના મૂળ લાઠીના અને રાજુલા આવી અહીં વસવાટ કરી રહ્યા છે. રાજુલામાં થાલીયા કાલાનો ધંધો કરી રહ્યા છે. સીનીયર સીટીઝન હોવા છતાં હજી યુવાન જોવા મળે છે. હાદાભાઇએ જણાવ્યું હતું કે હું છેલ્લા દસ વર્ષથી મારો તલવાર રમવાનો શોખ શરૂ કર્યો છે. હાદાભાઇની તલવાર રમત સૌરાષ્ટ્રમાં પણ પ્રખ્યાત છે. તલવારબાજી જોવા અનેક લોકો ઉમટે છે. તલવારબાજીના મુખ્ય દાવો ઉભો દાવ બજરંગ દાવ સુતા સુતા દાવ રાસડા અને ડબલ તલવાર રમવાનો દાવ ભારે આકર્ષિત છે રાજુલામાં જન્માષ્ટમી હોય રામનવમી હોય કે શિવરાત્રી હોય શોભાયાત્રામાં હાદાભાઇ તલવારબાજી રમી લોકોને મુગ્ધ કરી દે છે ૭૨ વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છતાં ૨૫ વર્ષનો યુવાન હોય તેમ હાદાભાઇ તલવારથી રમત ગમતની જમાવટ કરે છે. મનોબળ એટલું બધુ મક્કમ છે કે ગત વર્ષે તેઓ સો મીટર દોડમાં રાજ્ય કક્ષાએ રાજપીપળામાં ફર્સ્ટ આવ્યા હતા અને માત્ર અગિયાર સેકન્ડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ વર્ષ ૭૧માં લાંબી કુદમાં ૧૮ ફુટ કુદકો ૧૧ સેકન્ડમાં માર્યો હતો. એસપીએ હાદાભાઇનું એવોર્ડ આપી સન્માન કર્યું હતું. હાદાભાઇએ જણાવ્યું હતું કે અત્યાર વિવિધ તલવારબાજીની રમતો લુપ્ત થતી જાય છે ત્યારે સરકાર દ્વારા ખાસ આજના યુવાનોને તલવારબાજીની રમત નીરસનો થાય તે માટે સરકાર ગંભીરપણે વિચારી આ રમતને પ્રોત્સાહિત જાહેર કરવી જોઇએ.
હું તલવાર રમવાની પ્રેકટીસ પણ અવાર નવાર કરૂં છું આમ તલવારબાજીની રકમતો પહેલા રાજા રજવાડું પણ રમાતી હતી. રજવાડુ ગયા અને રમત પણ ગઇ ત્યાર સરકાર દ્વારા તાલુકા મથકોએ અને પોલીસ તંત્ર પર તલવાર બાંધી ટ્રેનિંગ આપવી જોઇએ. હાદાભાઇ ૭૨ વર્ષની ઉંમરે આજે પણ પોતાની દુકાને સાયકલ પર જાય છે. સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહેશે. રાજુલા સીનીયર સીટીઝન હોવા છતાં હાદાભાઇ તલવાર બાજી કે રમત ગમત ક્ષેત્રે રાજુલાનું આ ગૌરવ છે.