રાજુલા-જાફરાબાદનાં ઔદ્યોગિક કર્મીઓને મતદાનની રજા મળતા આનંદ છવાયો

514

રાજુલા-જાફરાબાદ ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓમાં હર્ષની હેલી કર્મચારી યુનિયનના પ્રમુખની સફળ રજૂઆત ૪૦ વર્ષ બાદ કર્મચારીઓને રજા રાખી મતદાન સો ટકા કર્યું રાજુલા-જાફરાબાદ એટલે ઉદ્યોગિક વિસ્તાર છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં વિધાનસભા સંસદની ચૂંટણી હોય છતાં પણ ઔદ્યોગિક કર્મચારીઓને મતદાર ને દિવસે રજા પડતી નથી. જિલ્લા સત્તાવાળાઓ ગમેતેમ કરી કોઈકને નાઈટ આપી એસી કેટુસી અને કંપની પોતાનું કામ કઢાવી લેતી હતી અને અમુક કર્મચારીઓ મતદાન વિહોણા પણ રહી જતા હતા પરંતુ જિલ્લાના વહીવટી તંત્ર સાથે સાઠગાંઠ હોવાથ કોઈ ઉચ્ચ કક્ષાએ મતદાનની રજૂઆત કરવાનું પણ કહી શકતું ન હતું અને કર્મચારીઓ મનમાં ને મનમાં ચર્ચાઓ કરતા હતા પરંતુ આજે ઉદ્યોગ વિસ્તાર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો  આજ નવા વરાયેલા કર્મચારી મંડળના પ્રમુખ કરણભાઈ પટેલે જિલ્લા કલેકટર અને ઉદ્યોગો મેનેજરને રજૂઆત કરતા આજે સવારથી કે સાંજ સુધી તમામ ઉદ્યોગીક કર્મચારીઓને મતદાન માટે રજા મળી છે તેથી રાજીના રેડ હતા. ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Previous articleરાજુલાનાં ૭૨ વર્ષના યુવાન હાદાભાઇ આહીર તલવારબાજી રમતમાં ચેમ્પિયન
Next articleગારિયાધાર વિદ્યાસંક્લમાં મહાત્મા ગાંધીનાં જીવન આધારિત ભારત ભાાગ્ય વિધાતા નાટ્ય પ્રસ્તુતિ