તાજેતરમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક કેમ્પનું આયોજન દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે કરવામાં આવ્યું. જેમાં દક્ષિણામૂર્તિ સ્કાઉટ ગ્રુપ, ગીજુભાઇ બધેકા, સ્કાઉટ ટ્રુપ, સુભાષચંદ્ર સ્કાઉટ ગ્રુપ, તારાબેન મોડક ગાઇડ કંપની, સ્વામી વિવેકાનંદ રોપર ક્રુ તેમજ રાજ્ય પુરસ્કારની તૈયારી કરતા સ્કાઉટ ગાઇડ ઉત્સાહભેર જોડાયા.
કેમ્પ દરમ્યાન સ્કાઉટ ગાઇડને ટેન્ટ પીચીંગ, ગાંઠો, ભૂમિ સંકેત, વ્હીસલ સંજ્ઞા, દળ જ્ઞાન, પ્રાથિમક સારવાર, મેદાની રમતો, ગીતો-હર્ષનાદ, કેમ્પ ફાયર વિગેરે વિષયોનું ક્રિયાત્મક કામ કરાવવામાં આવ્યું સાથે સાથે લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તારાદર્શન અને ચંદ્રદર્શનનો પણ લાભ બાળકોને મળ્યો પોતાના વાસણ માંજવા, પથારી કરવી, ટેન્ટ સફાઇ કરવી, પોતના કપડાની જાળવણી અને તેની સફાઇ જેવા સ્વાવલંબીના પાઠો પણ સ્કાઉટ ગાઇડ શીખ્યા. કેમ્પ દરમ્યાન ડા.ધીરેન્દ્ર મુની, ઉમેશભાઇ જોશી, ઉપેન્દ્રભાઇ રાજપુરા, એન.એેફ. ત્રિવેદી તેમજ શાળાના આચાર્ય અને વાલી ભાઇઓ બહેનોએ જુદા જુદા કાર્યક્રમોમાં શુભેચ્છા મુલાકાત તમામ સ્કાઉટ ગાઇડ અને રોવર્સનો પ્રમાણપત્ર, સ્વામી વિવેકાનંદજી નો ફોટોગ્રાફસ સ્વદેશ મંત્ર અને અગ્નિમંત્રનું સાહિત્ય આપવામાં આવેલ.